કોંગ્રેસનો સફાયો થયો છે,કોઈ બચાવી શકશે નહીંઃ ઓવૈસી
પુણે, એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીનો સફાયો થઈ ચૂક્યો છે અને હવે તેને કેલ્શિયમના ઇન્જેક્શન આપીને પણ બચાવી નહીં શકાય. તેઓ ૨૧ આૅક્ટોબરે મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. ઓવૈસીએ દાવો કર્યો કે કોંગ્રેસ નેતૃત્વ મહારાષ્ટ્ર અને હરિયાણાની મહત્વપૂર્ણ ચૂંટણીઓને ઓછું મહત્વ આપીને અવગણી રહ્યા છે. તેઓએ કહ્યુ કે, દેશના રાજકારણના નક્શા પરથી કોંગ્રેસનો સફાયો થઈ ચૂક્યો છે. હવે તેને કેલ્શિયમના ઇન્જેક્શન આપીને પણ જીવંત નહીં કરી શકાય.
ઓવૈસીએ કહ્યુ કે કોંગ્રેસના અનેક ટાપ નેતાઓએ આગામી ચૂંટણીઓને અવગણી રહ્યા છે. આ પહેલા કોંગ્રેસ પર હુમલો કરતાં ઓવૈસીએ કહ્યુ કે, કાલ સુધી કોંગ્રેસના નેતા તેમને ભાજપની એ ટીમ અને બી ટીમ કહેતા હતા. આજે એજ કોંગ્રસના નેતા કોંગ્રેસ છોડી-છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે.
બીજી તરફ, ભાજપ પર નિશાન સાધતાં ઓવૈસીએ કહ્યુ કે, સત્તાધારી પાર્ટીએ હિમાચલ પ્રદેશમાં એક બિલ પાસ કર્યુ છે જેને અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે કે ત્યાંના નાગરિકોને ધર્મ પરિવર્તન કરવા માટે એક મહિલના પહેલા નોટિસ આપવી પડશે. તેઓએ કહ્યુ કે, જો મોદી આ બિલને સંસદમાં લાવે છે તો મને આશ્ચર્ય નહીં થાય. નોંધનીય છે કે, આવૈસીની આૅલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીને આ વર્ષે લોકસભા ચૂંટણીમાં પ્રકાશ આંબેડકરની પાર્ટી ભારિપા બહુજન મહાસંઘ અને વંચિત બહુજન અગાડી સાથે ગઠબંધન કર્યુ હતું અને એક સીટ જ મળી. બીજી તરફ, ૨૦૧૪માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં એઆઈએમઆઈએમે બે સીટ જીતી હતી.