Western Times News

Gujarati News

કોંગ્રેસમાંથી કોઈ ભાજપમાં નહીં જાેડાય: લલિત વસોયા

અમદાવાદ, આંદોલનમાંથી જન્મેલા ૨૮ વર્ષના યુવા નેતા હાર્દિક પટેલે અનામત આંદોલન પછી કોંગ્રેસમાં જાેડાઈને પોતાની રાજકીય કારકિર્દીની શરુઆત કરી હતી. જાેકે, કોંગ્રેસમાં પોતાની સાથે થતા અન્યાય અને તેને ભાવ આપવામાં ના આવતો હોવાથી તેણે રાજીનામું આપીને ભાજપમાં જાેડાવાનો ર્નિણય લીધો. રાજકારણમાં આવ્યા પછી ટૂંકા ગાળામાં હાર્દિક પટેલે ભાજપમાં જાેડાવાનો ર્નિણય લીધો અને આજે શક્તિ પ્રદર્શન કર્યા પછી ભાજપમાં જાેડાઈ જવાનો ર્નિણય લીધો.

કમલમ ખાતે ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં ભાજપમાં જાેડાયા બાદ હાર્દિકે વિરોધી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને ભાજપમાં જાેડાવા માટે ખુલ્લું આમંત્રણ આપી દીધું હતું. આ આમંત્રણ અને કોંગ્રેસ સામેના વિરોધને જાેતા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ હાર્દિક હવામાં ગોળીબાર કરે છે તેમ હાર્દિક પટેલની વાતોને ફગાવી હતી. આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે નેતાઓની ફેરબદલી પાછલા કેટલાક સમયથી વધી ગઈ છે, જેમાં કોંગ્રેસમાં વિકેટો પડવાનું વધ્યું છે અને નેતાઓ ભાજપ તથા આપમાં જાેડાઈ રહ્યા છે.

કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હાર્દિક પટેલે અન્ય પાર્ટીના નેતાઓને રાજીનામા આપીને ભાજપમાં આવવા માટે આમંત્રણ આપતા કહ્યું કે, હું અન્ય પાર્ટીના નેતાઓને અને કાર્યકર્તાઓને કહું છું કે રાષ્ટ્રના આ ભગીરથ કાર્યમાં તમે પણ ત્યાંથી (વિરોધી પાર્ટી) રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીમાં જાેડાવ અને રાષ્ટ્રના નિર્માણના કાર્યમાં ખભાથી ખભો મિલાવીને આગળ વધવાનું કામ કરો. કોંગ્રેસના પાટીદાર નેતા ભાજપમાં જાેડાશે તેમ પણ હાર્દિકે કહ્યું હતું. લલિત વસોયાએ હાર્દિકના નિવેદન બાદ કહ્યું કે, અમે કોંગ્રેસના ધારાસભ્યો તેના (હાર્દિક પટેલ) ભૂતપૂર્વ સાથિદાર છીએ.

એના સમર્થક છીએ એ વાત સાચી છે. પરંતુ હાર્દિક પટેલે એનો ર્નિણય કરવાનો હોય છે, અમારે અમારો ર્નિણય કરવાનો હોય છે. અમારું (કોંગ્રેસ) નામ ખરાબ કરવાનો હાર્દિક પટેલનો જે પ્રયાસ છે તેની હું કડક ભાષામાં નિંદા કરું છું. હાર્દિક પટેલે જાે એની કોઈ સાથે વાત થઈ હોય તો એમના નામ જાહેર કરવા જાેઈએ. તેમણે કહ્યું કે હાર્દિક જે હેતુથી ભાજપમાં જાય છે તેમાં સફળતા મળે, કોંગ્રેસને કોઈ નુકસાન નહીં થાય. તેમણે એમ પણ કહી દીધું કે, હાર્દિક હવામાં ગોળીબાર કરે છે.ગાંધીનગરના કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આજે હાર્દિક પટેલ અને કોંગ્રેસના મહિલા પાંખના યુવા નેતા શ્વેતા ભ્રહ્મભટ્ટ ભાજપમાં જાેડાઈ ગયા છે.

આ બન્ને નેતાઓ એક સમયે બાંયો ચઢાવીને ભાજપની સામે થયા હતા પરંતુ કોંગ્રેસમાં પોતાની સાથે અન્યાય થતો હોવાની અને પ્રજાના હિતની વાત કરવામાં ના આવતી હોવાનું કહીને કોંગ્રેસને રામરામ કહી દીધા હતા.હાર્દિક પટેલે કેસરિયો ધારણ કર્યો તે પહેલા કોબા પહોંચતી વખતે રોડ-શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ શક્તિ પ્રદર્શન બાદ હાર્દિકે પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, “હું કોંગ્રેસનો હોદ્દેદાર હતો ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૩૭૦ની કલમ દૂર કરવાની વાત, રામ મંદિર બનાવવા માટેનો મક્કમ ર્નિણય, ય્જી્‌, દ્ગઇઝ્ર જેવા મુદ્દા પર સમર્થન કર્યું હતું.

નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ આ તમામ નેતાઓ રાષ્ટ્રના ભગીરથ માટે કામ કરે છે. આ ભગીરથ કાર્યમાં હું રામસેતુની ખિસકોલી બનીને કામ કરવાનો પ્રયાસ કરીશ.”ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.