Western Times News

Gujarati News

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પણ મંત્રી પદ આપવાનો વાયદો ભાજપે નિભાવ્યો

દરેક જ્ઞાતિના લોકો રાજીના રેડ થઈ જાય તેવુ ભૂપેન્દ્ર પટેલનું કેબિનેટ

ગાંધીનગર, ગુજરાતમાં નવી સરકારની રચના કરવામાં આવી છે.તેમાં ઝોન-જ્ઞાતિનું સંતુલન રાખવામાં આવ્યું છે. નો રિપીટ થિયરી લાવીને ભાજપે એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે કોરી પાટી ધરાવતા નવોદિતોને મેદાનમાં ઉતાર્યા છે. હાલ મંત્રીમંડળમાં દરેક જ્ઞાતિઓની માંગણી સંતોષાઈ છે.

ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ૬ પાટીદાર મંત્રી, ૮ ઓબીસી મંત્રીઓનો સમાવેશ કરાયો છે. તો એસસી એસટીના ૫ મંત્રીઓ અને ૩ સવર્ણ મંત્રીઓને સામેલ કરાયા છે. આમ, નવા મંત્રી મંડળમાં જ્ઞાતિનું બેલેન્સ સારી રીતે જાળવી રાખવામાં આવ્યુ છે તેવુ કહી શકાય. રાજેન્દ્ર ત્રિવેદી સાથે કુલ ૨૩ મંત્રીના નામની અત્યાર સુધી જાહેરાત થઈ ગઈ છે.

કઇ જ્ઞાતિમાંથી કેટલા મંત્રી છે તે જાેઇએ તો પાટીદાર મંત્રી – ૭ (મુખ્યમંત્રી સહિત),બ્રાહ્મણ – ૨,ક્ષત્રિય -૨,ઓબીસી -૬ એસસી એસટી-૬,જૈન-૧નો સમાવેશ થાય છે.જયારે ઉત્તર ઝોનમાંથીઋષીકેશ પટેલ (વિસનગર) પટેલ,ગજેન્દ્ર પરમાર (પ્રાતિંજ) ઓબીસી,કીર્તિસિંહ વાઘેલા (કાંકરેજ) ક્ષત્રિય જયારે દક્ષિણ ઝોનમાંથી નરેશ પટેલ (ગણદેવી) એસટીએસટી,કનુ દેસાઈ (પારડી) બ્રાહ્મણ,જીતુ ચૌધરી (કપરાડા) એસટી હર્ષ સંઘવી (મજુરા) જૈન,

મુકેશ પટેલ (ઓલપાડ) કોળી પટેલ,વીનુ મોરડીયા (કતારગામ) પટેલ નો સમાવેશ થાય છે.જયારે સૌરાષ્ટ્ર ઝોનમાંથી અરવિંદ રૈયાણી (રાજકોટ) પટેલ,રાઘવજી પટેલ (પટેલ) જામનગર,બ્રિજેશ મેરજા (પટેલ) મોરબી,દેવા માલમ (કેશોદ) કોળી,કિરીટસિંહ રાણા (લિંબડી) ક્ષત્રિય,આર.સી. મકવાણા (મહુવા, ભાવનગર) કોળી,જીતુ વાઘાણી (ભાવનગર વેસ્ટ) પટેલનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મધ્ય ઝોનમાંથી જગદીશ પંચાલ (નિકોલ) ઓબીસી,નિમિષા સુથાર (મોરવા હડફ) એસટી,પ્રદીપ પરમાર (અસારવા) એસ.સી,અર્જુનસિંહ ચૌહાણ (મહેમદાવાદ) ઓબીસી,કુબેર ડિંડોર (સંતરામપુર) એસટી,મનીષા વકીલ (વડોદરા) એસસીનો સમાવેશ થાય છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પણ મંત્રી પદ આપવાનો વાયદો ભાજપે નિભાવ્યો છે.

જેમાંથી જીતુ ચૌધરી, રાઘવજી પટેલ અને બ્રિજેશ મિર્ઝાને મંત્રીપદ આપ્યુ છે. જેઓ કોંગ્રેસમાંથી આવ્યા પછી મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. પક્ષ પલટો કરનારને ભાજપે વાયદો પૂર્ણ કર્યો છે. ત્રણેય ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જાેડાયા હતા.

રાઘવજી પટેલ ૨૦૧૭ રાજ્યસભા ચૂંટણી સમયે ભાજપમાં જાેડાયા હતા. બ્રિજેશ મેરજા અને જીતુ ચૌધરી ૨૦૨૦ રાજ્યસભા ચૂંટણી સમયે ભાજપમાં જાેડાયા હતા. ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં આવનાર સાથે પાર્ટીએ વચન નિભાવ્યું છે. જે તે સમયે મંત્રી બનાવવાનું વચન આપ્યું હતું.

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ, સૌરાષ્ટ્ર કડવા પટેલ, ઉત્તર ગુજરાત કડવા પટેલ, સૌરાષ્ટ્ર કોળી, દક્ષિણ ગુજરાત કોળી પટેલ, સૌરાષ્ટ્ર ક્ષત્રિય, ઓબીસી ક્ષત્રિય, બ્રાહ્મણ, આદિવાસી જ્ઞાતિઓના ધારાસભ્યોને આવરી લેવામાં આવ્યા છે. તો સાથે જ એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે કોરી પાટી ધરાવતા નવોદિતોને મેદાનમાં ઉતારાયા છે.

દરમિયાન નવા ઘારાસભ્યો મંત્રી બનતા તેમના નિવાસમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો અને એક બીજાને મોં મીઠુ કરાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.