Western Times News

Gujarati News

કોંગ્રેસમાંથી ૭ વર્ષમાં એક પછી એક દિગ્ગજાેએ પાર્ટી છોડી છે

નવીદિલ્હી, દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ કેટલાંક વર્ષોથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. જ્યાં એકબાજુ પાર્ટી અનેક રાજ્યોની સત્તામાંથી ગાયબ થઈ રહી છે અને બીજી બાજુ પાર્ટીનો આંતરિક વિખવાદ મુશ્કેલીનું કારણ બન્યો છે. કોઈને કોઈ રાજ્યમાં હંમેશા નારાજગી-મનામણાંનો દોર ચાલે છે.

રાજસ્થાનમાં સચિન પાઈલટ-અશોક ગહલોતની વાત હોય કે પંજાબમાં નવજાેત સિંહ સિદ્ધુ વર્સિસ કેપ્ટન અમરિંદર સિંહનો મામલો. તેની વચ્ચે આંતરિક ઝઘડામાં અનેક એવા નેતાઓએ પાર્ટીનો સાથ છોડ્યો જે લાંબા સમય સુધી પાર્ટીનો ઝંડો લઈને આગળ વધી રહ્યા હતા.

આ યાદી લાંબી છે અને હજુ પણ તેમાં નામ જાેડાવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. જાે છેલ્લાં ૭ વર્ષની વાત કરીએ તો પાર્ટીના અનેક નેતા પારકા થઈ ગયા, જેમાં અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને જિતિન પ્રસાદનું નામ છે.

આમ તો રાજકીય વર્તુળોમાં અનેક બીજા દિગ્ગજ કોંગ્રેસ નેતાઓના બીજેપીમાં જવાની ચર્ચાઓ થઈ રહી છે. જાેકે તે માત્ર ચર્ચા છે. પરંતુ તે પહેલાં જાણી લઈએ કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેટલાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પાર્ટીને અલવિદા કહી દીધું છે.

હાલમાં ગોવાના પૂર્વ મુખ્યમંત્રી એ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી પહેલાં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેના પછી તેમણે ટીએમસીનો ખેસ ધારણ કરી લીધો. પહેલાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સુષ્મિતા દેવ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેલા કમલાપતિ ત્રિપાઠીના પરપૌત્ર અને ઉત્તર પ્રદેશના ઉપાધ્યક્ષ લલિતેશ ત્રિપાઠી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જી કોંગ્રેસમાંથી અલગ થયા.

આ પહેલાં જૂન મહિનામાં પૂર્વ કેન્દ્રીય જિતિન પ્રસાદે કોંગ્રેસને અલવિદા કહીને ભારતીય જનતા પાર્ટી જાેઈન કરી લીધી. હાલમાં તેમને યૂપી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે.

૧. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના યુવા અને કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ માર્ચ ૨૦૨૧માં પાર્ટી છોડી દીધી અને ભાજપનો ખેસ પણ ધારણ કરી લીધો. હાલમાં તે મોદી સરકારમાં ઉડ્યન મંત્રીનો ચાર્જ સંભાળી રહ્યા છે.૨. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને તરુણ ગોગોઈના નજીકના હિમંત બિસ્વા સરમાએ ૨૦૧૫માં પાર્ટી છોડી દીધી.

હાલમાં તે અસમના મુખ્યમંત્રી છે.૩. મણિપુરના કોંગ્રેસના ધારાસભ્ય એન બિરેન સિંહ ૨૦૧૬માં ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઈ ગયા. હાલમાં તે મણિપુરના મુખ્યમંત્રી છે.૪. કોંગ્રેસના ટિકિટ પર ૨૦૧૬માં અરુણાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી જીતનારા પેમા ખાંડુએ બીજેપીમાં જાેડાવાનો ર્નિણય કર્યો. ખાસ વાત એ છે કે બીજેપીમાં આવ્યા પછી ફરીથી મુખ્યમંત્રી બન્યા.

૫. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દિલ્લી પ્રભારી પીસી ચાકોએ ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજીનામું આપી દીધું અને શરદ પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે એનસીપી જાેઈન કરી લીધું.૬. મણિપુર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ગોવિંદરામ કોંથોંઝમ હાલમાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જાેડાયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.