કોંગ્રેસમાં અંદરો-અંદર તુ-તુ-મેં-મેં શરૂ, રાજસ્થાનનાં રાજકારણમાં ઉથલપાથલ થવાની સંભાવના
જયપુર: રાજસ્થાનનાં રાજકારણમાં ફરી એક વખત ઉથલપાથલ થવાની સંભાવના દેખાવા માંડી છે. રાજસ્થાન કોંગ્રેસમાં ફરી તણાવનાં સમાચાર આવી રહ્યા છે. જણાવી દઇએ કે, સચિન પાયલોટ કેમ્પ સાથે સંકળાયેલા પૂર્વ પ્રધાન અને કોંગ્રેસનાં વરિષ્ઠ ધારાસભ્ય હેમારામ ચૌધરીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.
બાડમેરનાં ગુડમલાની વિધાનસભા મત વિસ્તારનાં કોંગ્રેસનાં ધારાસભ્ય હેમારામ ચૌધરીએ તેમનો રાજીનામું અધ્યક્ષને મોકલી દીધું છે. જાેકે, હજી સુધી આ સંબંધોમાં ચૌધરીની બાજુથી કોઇ નિવેદન સામે આવ્યુ નથી. પરંતુ તેમના દ્વારા વિધાનસભા અધ્યક્ષને મોકલેલો રાજીનામું સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
લાંબા સમયથી કોંગ્રેસનાં ધારાસભ્ય હેમારામ ચૌધરી સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવાની સાથે જ ઘણી અન્ય માંગોને લઇને સતત મુખ્યમંત્રી અશોક ગેહલોતનો વિરોધ કરી રહ્યા હતા. જ્યારે હેમારામને તેમના ફોન પર સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમના પીએએ આ વાતની પુષ્ટિ કરી હતી. હેમારામે પોતાના પત્રમાં રાજીનામું આપવાનું કારણ લખ્યું નથી, પરંતુ સમજી શકાય છે કે લાંબા સમયથી તેમની સરકારમાં ઉપેક્ષા એ આનું મોટું કારણ છે. હેમારામનાં રાજીનામા બાદ હવે રાજસ્થાનમાં ફરીથી ગેહલોટ વિરોધી અભિયાન ચાલી શકે છે.
હેમારામ ચૌધરી પાયલોટ જૂથનાં ધારાસભ્ય છે. હેમારામ રાજીનામું આપવાનું કારણ કહી રહ્યા નથી. આવી સ્થિતિમાં સચિન પાયલોટની મુશ્કેલીમાં વધારો થયો છે. અત્યારે રાજીનામું પાયલોટ જૂથની નારાજગી સાથે જાેડવામાં આવી રહ્યું છે, પરંતુ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પાયલોટે હેમારામને રોક્યા હતા. તેમ છતાં હેમારામે પહેલાની જેમ રાજીનામું મોકલી દીધું હતું. સરકાર અને સંગઠનને દબાણમાં લાવવાનાં પ્રયાસમાં હેમારામ આ બધુ કરતા હોવાની ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. બાડમેરમાં હરીશ ચૌધરીનાં વધતા પાવર ગ્રાફ થી પણ તેઓ ખૂબ પરેશાન હતા. પોતાના એક નજીકનાં સંબંધીનાં ટ્રાંસફર થવાથી પણ તેઓ નારાજ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.