કોંગ્રેસમાં ‘એક પરિવાર એક ટિકિટ’નું સૂચન, એઆઇસીસીમાં કાર્યકાળ નક્કી થવો જાેઈએ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/Congress.jpeg)
નવીદિલ્હી, કોંગ્રેસની એક પેનલે સૂચવ્યું છે કે સમયબદ્ધ બંધારણ સમિતિની રચના કરવી જાેઈએ. આ સિવાય એક પરિવાર, એક નીતિ લાગુ કરવાની વાત છે. એટલે કે કોંગ્રેસમાં વ્યક્તિ પાસે એક જ જવાબદારી હોવી જાેઈએ. ઉદયપુરમાં ૧૩ થી ૧૫ મે દરમિયાન ચિંતન શિવર યોજાશે. એઆઇસીસી -ડીસીસી સુધીનો કાર્યકાળ નક્કી કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.
કોંગ્રેસના ઉદયપુરમાં યોજાનાર નવસંકલ્પ શિવિરની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. આ પહેલા સોમવારે પાર્ટીની રચિત પેનલે હાઈકમાન્ડ સમક્ષ મહત્વપૂર્ણ સૂચનો રાખ્યા હતા. તેમાંથી પ્રથમ- ‘એક પરિવાર, એક ટિકિટ’ નીતિ લાગુ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. બીજું- પાર્ટી પેનલમાં એસસી એસટી લઘુમતી,ઓબીસી અને મહિલાઓને ૫૦ ટકા પ્રતિનિધિત્વ આપવાનું સૂચન સામેલ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સમિતિએ એઆઈસીસી સહિત પાર્ટી નેતૃત્વને અન્ય ઘણા સૂચનો આપ્યા છે, તેણે વિવિધ સ્તરે પદાધિકારીઓનો કાર્યકાળ નક્કી કરવા પર પણ ભાર મૂક્યો છે. એવું માનવામાં આવે છે કે આ સૂચનો ચિંતન શિવરમાં રાખી શકાય છે.
પેનલે સૂચનો કર્યા છે કે સમયબદ્ધ બંધારણ સમીક્ષા સમિતિની રચના કરવી જાેઈએ.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની મંજૂરી સાથે રાજ્ય કોંગ્રેસ સમિતિઓ પોતાનું અલગ બંધારણ બનાવી શકે છે.,રાજકીય બાબતોની સમિતિ, જાહેર આંતરદૃષ્ટિ સમિતિ અને જાહેર નીતિ પર સમિતિની રચના કરવાની તાતી જરૂર છે.,
વિવિધ નાગરિક જૂથો, નાગરિક સમાજ અને કર્મચારીઓ સાથે સંકલન કરવા માટે એક સમિતિની પણ રચના કરવી જાેઈએ.પારદર્શિતા લાવવા માટે, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન અને સીડબ્લ્યુસીમાં પાર્ટીની આંતરિક ચૂંટણીઓ પર હિતધારકોની સાથે સાથે દેખરેખ રાખવી જાેઈએ.
જવાબદારી માટે એક મિકેનિઝમ વિકસાવી શકાય છે. પેનલે બ્લોક અને બૂથ વચ્ચે અને જિલ્લા અને રાજ્ય વચ્ચે મધ્યવર્તી સમિતિઓની રચના કરવાનું પણ સૂચન કર્યું છે.
બ્લોકથી લઈને પીસીસી સ્તર સુધી સમિતિઓના તર્કસંગતીકરણની ભલામણ કરવામાં આવી છે.એ યાદ રહે કે ઉદયપુરમાં ૧૩ થી ૧૫ મે દરમિયાન કોંગ્રેસની ત્રણ દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, સાંસદો, પ્રદેશ પ્રભારી, મહામંત્રી અને પ્રદેશ પ્રમુખ સહિતના વરિષ્ઠ નેતાઓ સામેલ થશે. પાર્ટીએ આ સત્રના એજન્ડાને આગળ વધારવા માટે સમિતિઓની રચના કરી છે, જે વિવિધ મુદ્દાઓ પર સૂચનો તૈયાર કરી રહી છે.HS