કોંગ્રેસમાં કાબેલ નેતાઓની કદર નથી,સચિન મારો મિત્ર છે: સિધિયા
ઇન્દોર, કોંગ્રેસ નેતૃત્વ પર હુમલો જારી રાખતા રાજયસભા સાંસદ જયોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીમાં કાબેલ નેતાઓ પર સવાલિયા નિશાન ઉભા કરવામાં આવે છે અને તેમના પૂર્વ પક્ષીય સાથી સચિન પાયલોટે પણ તાજેતરમાં જ આ સ્થિતિ સહન કરી છે કોંગ્રેસ છોડીને લગભગ પાંચ મહિના પહેલા ભાજપમાં સામેલ થનાર સિધિયાએ કહ્યું કે પાયલોટ મારે મિત્ર છે,તેમણે જે પીડા સહન કરી છે તેનાથી બધા લોકો વાકેફ છે કોંગ્રેસ કંઇ રીતે તેનાથી વિલંબ બાદ પોતાના ઘરને દુરકસ્ત કરવાના પ્રયાસમાં છે આ વાતથી પણ બધા વાકેફ છે તેમણે કહ્યું કે એ દુખની વાત છે કે કોંગ્રેસમાં કાબેલિયત પર પ્રશ્ન ચિન્હ ઉભો કરી શકે છે આ સ્થિતિમાં મારા પૂર્વ સહયોગી (પાયલટ) પણ સહન કરી છે.
સિધિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ભારે પ્રશંસા કરતા કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવામાં આવી અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો અને ચીનને ઇટનો જવાબ પથ્થરથી આપવામાં આવ્યો છે.ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે મોદી સરકારના આ મહત્વપૂર્ણ પગલા બાદ કોંગ્રેસપુરીરીતે નિષ્ફળતાના માર્ગ પર જઇ રહી છે વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર ફેસબુક તથા વોટ્સએપનો ઉપયોગ કરતા મતદારોને પ્રભાવિત કરવા માટે નકલી અહેવાલો ફેલાવવાનો આરોપ લગાવ્યો છે આ આરોપને લઇ પ્રતિક્રિયા માંગતા સિધિયાએ કહ્યું કે ઇટરનેટ એક સ્વતંત્ર માધ્યમ છે પરંતુ જનતાનો વિશ્વાસ ગુમાવનાર લોકોની પાસે જયારે કહેવા માટે કાંઇ હોતુ નથી તો આ મુદ્દાને પકડવામાં આવે છે.
સિધિયાએ જાે કે કહ્યું કે હું એ વાતનો પક્ષધર છું કે ફેસબુક વોટસેપ અને અન્ય સોશલ મીડિયા મંચો પર કોઇ પણ વ્યક્તિની વિરૂધ્ધ કહેવામાં આવતી વાંધાજનક વાતો પર કડકાઇથી અંકુશ લગાવવો જાેઇએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી દ્વારા વર્ષ ૧૯૮૫માં અયોધ્યામાં રામ મંદિરનું તાળુ ખોલવાને લઇ વરિષ્ઠ કોંગ્રેસનેતા કમલનાથના નિવેદનથી જાેડાયેલ એક સવાલ પર સિધિયાએ કહ્યું કે આ પાર્ટીના નેતા શશિ થરૂર રામ મંદિર મુદ્દા પર તેમનાથી વિરોધાભાસી નિવેદન કરીરહ્યાં છે.HS