કોંગ્રેસમાં કેટલાંક ધારાસભ્યો સંપર્ક વિહોણાઃ પ્રદેશ નેતાઓ ચિંતિત
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગુજરાતમાં રાજય સભાની ચૂંટણીને લઈને રાજકીય સોગઠાબાજીનું વાતાવરણ જાવા મળી રહ્યુ છે. કોંગ્રેસ પક્ષના લગભગ પાંચ જેટલા ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા રાજકીય ભૂકંપની સ્થિતિનું નિર્માણ થયુ છે. કોંગ્રેસના મોવડી મડળે ધાસભ્યોને મનાવવાના પ્રયાસ કર્યા હોવા છતાં વર્તમાન ધારાસભ્યોના રાજીનામાથી મોવડીઓ સ્તબ્ધ થઈ ગયા છે. પ્રદેશ નેતાઓની ઉચ્ચ સ્તરીય બેઠકો તબક્કાવાર યોજાઈ હતી પણ છેવટ સુધી કોઈ ફોર્મ્યુલા પર વાત આવી નહોતી. જા કે ત્યાં સુધીમાં તો મોડું થઈ ગયુ હતુ. બીજી તરફ કોંગ્રેસના જ અન્ય ધારાસભ્યઓને સાચવવાની કપરી સ્થિતિ પ્રદેશ નેતાઓના માથે આવી હતી. જેને ધ્યાનમાં લેતા તમામ ધારાસભ્યોને જયપુરની રીસોર્ટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભાજપ પક્ષે તેના ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીનને ઉતારતા સામાન્ય રીતે નિરસ રહેતી રાજ્ય સભાની ચૂંટણી જીવંત બની ગઈ છે.
સૌ કોઈ જાણે છે કે નરહર અમીન વર્ષોથી કોંગ્રેસમાં કદાવર નેતા તરીકે કામ કરી ચુક્યા છે. અનેક ધારાસભ્યો અને કોંગ્રેસના દિગ્ગજનેતાઓ સાથે તેમના સારા સંબંધો છે. ભાજપના મોવડી મંડળે પણ પોતાની રાજકીય વ્યુહ રચનાને અમલમાં મુકીને કોંગી આગેવાનોને વિચારતા કરી દીધા હતા. હજુ કોંગી આગેવાનો ચૂંટણી સંદર્ભમાં વ્યુહરચના પર આગળ વધે તે પહેલાં જ પાંચ જેટલા ધારાસભ્યોના રાજીનામાએ કોંગી આગેવાનોના પગતળેથી ધરતી સરકાવી દીધી હોય
એવું ચિત્ર ઉપસી રહ્યા છે. દરમ્યાનમાં કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યો સંપર્ક વિહોણા થઈ જતાં અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે. આ ધારાસભ્યોનો ટેલિફોનિક સંપર્ક થઈ રહ્યો નથી. તેથી જ વધુ ધારાસભ્યોના રાજીનામા પડશે એવા ભયથી પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી ચિંતીત થઈ ગઈ છ.
આ તમામ ધારાસભ્યોને સંપર્ક મેળવવા પ્રયાસ થઈ રહ્યો છે. સામે પક્ષે આક્ષેપો-પ્રતિઆક્ષેપોથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના આગેવાનો ‘મની-મસલ્સ પાવર’ ના આક્ષેપ કરી રહ્યા છે તો ભાજપના ટોચના પ્રદેશ નેતાઓ કોંગ્રેસના આક્ષેપોને તર્કવિહોણા ગણાવી રહ્યા છે. કોંગ્રેસ નેતા તમામ ધારાસભ્યોને ે જયપુર ખાતે ખસેડ્યા છે. તેમાં બે ધારાસભ્યો બિમાર પડયાની ચર્ચા ઉઠી રહી છે. પરંતુ સત્તાવાર રીતે આ વાતને અનુમોદન મળ્યુ નથી. તો જે ધારાસભ્યો જયપુરમાં રીસોર્ટમાં રોકાયા છે તેમની સાથે તેમના કુટુંબીજનોનો સંપર્ક થઈ શકતો નથી. તેથી તેમના ફેમિલીના લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
આ અગાઉ પણ જ્યારે જ્યારે ધારાસભ્યોને લઈ જવામાં આવે છે ત્યારે આવી જ સ્થિતિનું નિર્માણ થયેલું જાવા મળ્યુ હતુ. અલબત્ત આજના આધુનિક યુગમાં ટેલિફોનિક માર્ગના અનેક રસ્તાઓ છે. તેથી તમામ ધારાસભ્યોની બાબતમાં આ વાત કેટલી સાચી છે તે વિચારવાલાયક પ્રશ્ન છે. તેમ છતાં હકીકત એ છે કે રાજ્યસભાની ચૂંટણીમાં બીજા ધારાસભ્યોના રાજીનામા પડે નહીં તેને લઈને પ્રદેશ નેતાઓ સતર્ક થઈ ગયા છે. તો ભાજપના આગેવાનો દાવો કરી રહ્યા છે કે હજુ પણ કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા ધરે તો નવાઈ રહેશે નહીં.
કોંગ્રેસમાં આંતરીક વિખવાદને લઈને આ પ્રકારના વાતાવરણનું નિર્માણ થયુ છે. પહેલાં કોંગ્રેસ તેનું ઘર સંભાળે એ પછી આક્ષેપો કરે. ભાજપ કોંગ્રેસના આગેવાનો વચ્ચે ચાલી રહેલા આક્ષેપબાજી દરમ્યાન ગઈકાલે સવારે એક ધારાસભ્યએ રાજીનામું ધરી દેતા વિધાન સભામાં કો/ગ્રેસનું સંખ્યાબળ ૬૮ પર પહોંચ્યુ છે. આગામી દિવસોમાં કોંગ્રેસના વધુ ધારાસભ્યો રાજીનામા આપશે એવી ભીતિ સેવાઈ રહી છે.