કોંગ્રેસમાં જ છું, તેના માટે જ કામ કરીશ: હાર્દિક પટેલ
અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલમાં ગરમાવો જાેવા મળી રહ્યો છે. મિશન ૨૦૨૨ની ચૂંટણીને લઈને દરેક પક્ષ કમરકસી રહ્યો છે. જેમાં ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ પ્રચારના મેદાનમાં ઉતરી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર માટે શ્રી ગણેશ કરવાના છે ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેની શરૂઆત દાહોદથી કરશે અને આજે દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધશે.
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનું આદિવાસીઓને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતુ કે, ‘કોંગ્રેસ હંમેશાથી આદિવાસીઓ સાથે રહી છે, ગુજરાતમાં પહેલાં આદિવાસી મુખ્યમંત્રી કોંગ્રેસે આપ્યા હતા. હાર્દિક પટેલ વધુમાં કહ્યું હતુ કે, હું કોંગ્રેસમાં જ છું પક્ષ પાસે કામ માગું છું અને કોંગ્રસમાં જ રહીશ. સાથે જ હાર્દિકે એ પણ કહ્યું હતુ કે, ખોડલધામના નરેશ જલદી જ કોંગ્રેસ સાથે જાેડાય તો સૌ કોઈ રાજી થઈ જાય.SSS