કોંગ્રેસમાં તોફાન હજુ શાંત થયું નથી: કોંગ્રેસના ૨૩ વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઇ
નવીદિલ્હી, કોંગ્રેસ કારોબારીની બેઠકમાં ઉભું થયેલું વાવાઝોડુ શું શાંત થઇ ગયું છે. સોનિયા ગાંધી પર પત્ર બોંબ ફોડનારા જી ૨૩ના નેતા શું હવે ચુપ બેસી રહેશે કોંગ્રેસ કારોબારીની હંગામેદાર બેઠક બાદ સોનિયા બીજીવાર પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તો ચુંટણી આવ્યા પરંતુ કોંગ્રેસની અંદર બળવાનો જવાલામુખી હજુ પણ સળગતો જાેવા મળી રહ્યો છે સોનિયાના નવા અધ્યક્ષ ચુંટાઇ આવ્યા બાદ તરત જ નવા અધ્યક્ષના ચુંટણી માટે પત્ર લખનારા કોંગ્રેસના ૨૩ વરિષ્ઠ નેતાઓની બેઠક કયાંકને કયાં આ ઇશારો કરી રહ્યાં છે.
સોનિયાના કાર્યકારી અધ્યક્ષ નિયુકત થયા બાદ કપિલ સિબ્બલ શશિ થરૂર સહિત કેટલાક વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓએ સાંજે ગુલામ નબી આઝાદના નિવાસ પર બેઠક કરી હતી બેઠકમાં મુકુલ વાસનિક અને મનીષ તિવારીની સાથે સાથે પત્ર પર સહી કરનાર કેટલાક અન્ય નેતા પણ સામેલ થયા હતાં સુત્રોએ કહ્યું કે બેઠકમાં સીડબ્લ્યુસીની બાદની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી એ યાદ રહે કે સાત કલાક ચાલેલી સીડબ્લ્યુસીની બેઠકમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના હાથ હરસંભવ રીતે મજબુત કરવા માટે પ્રસ્તાવ પસાર કરવામં આવ્યો.
વિરોધી જી ૨૩માં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં ગુલામ નબી આઝાદ રાજયસભામાં વિરોધ પક્ષના નેતા,કપિલ સિબ્બલ પૂર્વ કેન્દ્રીય મંત્રી,શશિ થરૂર સાંસદ, મનીષ તિવારી સાંસજ આનંદ શર્મા રાજયસભાના સાંસદ,પી જે કુરિયન પાર્ટીના વરિષ્ઠ નેતા,રેણુકા ચૌધરી પૂર્વ કેન્દ્રીય મંત્રી,મિલિદ દેવડા કોંગ્રેસના મુબઇના પ્રદેશ અધ્યક્ષ,મુકુલ વાસનિક પૂર્વ કેન્દ્રીય મંત્રી,જિતિન પ્રસાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી, ભુપેન્દ્રસિંહ હુડ્ડા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી,રાજિંદર કૌર ભટ્ટલ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી એમ વીરપ્પા મોઇલી પૂર્વ કેન્દ્રીય મંત્રી, પૃથ્વીરાજ ચવ્હાણ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અજયસિંહ પાર્ટીના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષીત પૂર્વ સાંસદ વગેરે છે.
સોનિયાને પત્ર લખનાર નેતાઓ પર રાહુલ ઉપરાંત તેમની બેન પ્રિયંકાએ પણ ભારે તીર ચલાવ્યા હતાં પાર્ટીની બેઠક ગઇકાલે અધ્યક્ષ પદના એજન્ડા પર જ ચર્ચા થઇ જાે કે ૨૩ નેતાઓના પત્ર બાદ પાર્ટીના વિવિધ જુથોથી સોનિયા ગાંધીને જે સમર્થન મળી રહ્યું છે તેનાથી પાર્ટીમાં ગાંધી પરિવારની પકકડ વધુ મજબુત થઇ જ છે.
દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિબ્બલે આજના ટ્વીટ પર અનેક રીતની અટકળોનો દૌર શરૂ થઇ ગયો છે.તેમણે ટ્વીટ કરી લખ્યું કે આ કોઇ પદની વાત નથી આ મારા દેશની વાત છે જે સૌથી વધુ જરૂરી છે. એ યાદ રહે કે કોંગ્રેસ કારોબારીની બેઠકમાં સોનિયા ગાંધીને ફરીથી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ ચુંટવામાં આવ્યા છે. સિબ્બલના ટ્વીટથી બળવાના સંકેત મળી રહ્યાં છે તેમણે ગઇકાલે રાહુલ ગાંધીની નારાજગી વાળા અહેવાલો બાદ પણ ટ્વીટ કર્યું જાે કે તેમણે બાદમાં તે ટ્વીટ એમ કહીને હટાવી દીધુ કે રાહુલે તેમને કહ્યું કે તેમણે આમ કંઇ કહ્યું નથી કોંગ્રેસમાં આગામી દિવસોમાં નવાજુની થઇ શકે છે.HS