કોંગ્રેસમાં સંગઠનના માળખામાં તોળાતા ધરખમ ફેરફારો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુજરાત કોંગ્રેસમાં આગામી ગણતરીના દિવસોમાં શહેર અને જીલ્લામાં મોટા ફરફારો આવી રહ્યા છે અને આ અંગે ટૂંકમાં જ નિર્ણય લેવામાં આવે એવી શક્યતાઓ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષનેતા સુખરામ રાઠવા સહિતના આગેવાનો આ દિશામાં વિચાર કરી રહ્યા હોવાનુૃ કહેવાય છે.
ભાજપ સાથે કોંગ્રેેસ સંગઠનને મજબુત રીતે ઉભુ કરવાના એક ભાગરૂપે મોટા ફેરફારો કર્યા સિવાય છુટકો નહી હોવાથી પ્રદેશ નેતાગીરી હરકતમાં આવી ગઈ છે. દરમ્યાનમાં ગુજરાત પ્રદેશ કોંંગ્રેસના પ્રભારી રઘુ શર્મા ર૮-ર૯-૩૦ જાન્યુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓના આગમન સાથે જ બેઠકોનો ધમધમાટ શરૂ થઈ જશે.
ખાસ કરીને સંગઠનના માળખા ની સાથે આગામી કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવા માટે પ્રદેશ નેતાગીરી સાથે તબક્કાવાર બેઠકો યોજાશે. ઉલ્લેખનીય છે કે સૌ પ્રથમ ગુજરાત ના મોટા શહેરો અને જીલ્લાઓમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવે એવા નિર્દેશ મળી રહ્યા છે.
ગુજરાતમાં આગામી વિધાન સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માળખામાં ધરમૂળથી ફરફાર કરાશે. નવી નેતાગીરી અને આગેવાનોેને પૂરતો સમય મળી રહે એ માટે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર- સુખરામ રાઠવા સહિતના દિગ્ગેજ નેતાઓ સાથે ચર્ચા કરીને સંગઠનના માળખામાં આવશ્યક ફેરફાર કરાશે.
નવા માળખા સાથે નવુ જાેમ ઉભુ થાય એ અંગે બેઠકમાં ચર્ચા-વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે. કોંંગ્રેસના પ્રભારી કોંગ્રેસના અન્ય સીનિયર આગેવાનોને મળીને તેમના વિચારો અભિપ્રાયો જાણે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. કોંંગ્રેસ પ્રભારીના ર૮-ર૯-૩૦ જાન્યુઆરી ના રોજ આગમનને લઈને પ્રદેશ નેતાઓ સક્રિય્ થઈ ગયા છે. ટૂંકમાં કોંગ્રેેસ સંગઠનમાં નીચેથી ઉપર સુધી ધરખમ ફેરફારો તોળાઈ રહ્યા છે.