કોંગ્રેસી નેતા અહેમદ પટેલની ઈડી દ્વારા ચોથીવાર પૂછપરછ
નવી દિલ્હી: વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર્સ સાંડેસરા બંધુઓના બેન્ક કૌભાંડમાં કહેવાતા મની લોન્ડરિંગ કેસ સંદભેર્ કોંગ્રેસના નેતા અહેમદ પટેલની ગુરુવારે નવી દિલ્હી ખાતે ચોથી વખત પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના લુટિયન્સ ઝોન ખાતેના આવેલા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદના નિવાસ સ્થાને ૨૩ મધર ટેરેસા ક્રેસેન્ટમાં પૂછપરછ હાથ ધરી હતી. ઈડીના ત્રણ અધિકારીઓ અહેમદ પટેલના ઘરે સવારે ૧૧ વાગ્યે પહોંચ્યા હતા. આ અગાઉ અહેમદ પટેલની ૨ જુલાઈના રોજ ૧૦ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
તેમણે પત્રકારોને માહિતી આપી હતી કે અગાઉની ત્રણ વખતની પૂછપરછમાં ઈડીએ તેમને ૧૨૮ પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘આ બધું રાજકીય દુશ્મનાવટ અને મને તેમજ મારા પરિવારને હેરાન કરવા કરાઈ રહ્યું છે, કોના દબાણથી આ બધું થઈ રહ્યું છે તેનો મને ખ્યાલ નથી.’ અગાઉ ૨૭ અને ૩૦ જૂને પણ ઈડીએ અહેમદ પટેલની તેમના ઘરે પૂછપરછ કરી હતી અને ત્રણ વખતની તપાસમાં કુલ ૨૭ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. નોંધનીય છે કે અગાઉ અહેમદ પટેલે ઈડીની કચેરીએ હાજર નહીં રહેવા માટે કોવિડ ૧૯ની પ્રતિકૂળ સ્થિતિમાં સરકારના નિદેર્શોનું પાલન કરી બહાર નહીં નિકળવી શકવાનું કારણ ધયુँ હતું.
ઈડીના અધિકારીઓએ મની લોન્ડરિંગના કેસમાં અહેમદ પટેલનું નિવેદન નોંધ્યું હતું. ઈડીએ તપાસમાં સાંડેસરા બંધુઓ સાથે તેમના કથિત સંબંધો તેમજ તેમના પરિવાર સાથે નાણાકીય વહીવટને લઈને પણ પ્રશ્નો પૂછાયા હતા. ગત વષેર્ ઈડીએ કોંગ્રેસના ટ્રેઝરર અહેમદ પટેલના પુત્ર ફૈઝલ તેમજ જમાઈ ઈરફાન અહેમદ સિદ્દીકીની પણ આ કેસમાં પૂછપરછ કરી નિવેદનો લીધા હતા.