કોંગ્રેસે અચ્છે દિનની યાદ અપાવી નાગરિકોમાં મિઠાઇઓ વિતરીત કરી
વારાણસી: મોંધવારી અને પેટ્રોલ ડીઝલની વધતી કીમતોના વિરોધમાં વારાણસીમાં કોંગ્રેસે અનોખુ વિરોધ પ્રદર્શન કર્યું કોંગ્રેસીઓએ સરધસ કાઢયું અને લોકોને અચ્છે દિનનું વચન યાદ અપાવી મિઠાઇ વિતરીત કરી હતી કોંગ્રેસ કાર્યકરોએ પિંડરા તાલુકામાં લોકોને પેટ્રોલના ભાવ અને ૧૦૦ રૂપિયા પ્રતિ લીટર થવા પર અચ્છે દિન આવવાના વચનની યાદ અપાવી હતી કોંગ્રેસના કાર્યકર્તાઓએ કહ્યું કે હવે કેટલા સારા દિવસો આવશે સામાન્ય લોકોને દાળ અને તેલ નસીબ થઇ રહ્યું નથી ભાજપ સારા દિવસોના ગુણ ગાઇ રહી છે
પિંડરા તાલુકા કચેરીની સામે વધતી મોંધવારીની વિરૂધ્ધ પૂર્વ ધારાસભ્ય અજય રાયના નિદેશ પર યુથ કોંગ્રેસે વિવેક સિંહ રિંકુના નેતૃત્વમાં પ્રદર્શન કર્યું હતું. પૂર્વ ધારાસભ્ય અજય રાયે કહયું કે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યો છે જેને કારણે મોંધવારી બેફામ વધી છે. સામાન્ય લોકોને રોટીની સાથે સરસોના તેલની કીમતો વધારો થવાથી શાક મળવાનું પણ નસીબ થઇ રહ્યું નથી વધતી મોંધવારીના વિરોધ સ્વરૂપ તાલુકા કચેીના કર્મચારીઓ,ફરિયાદીઓ અને સ્થાનિક નાગરિકોને મિઠાઇ વિતરીત કરવામાં આવી હતી અને સરકાર સામે સુત્રોચ્ચાર કરાયા હતાં
એ યાદ રહે કે આ પહેલા મૌની બાબા મંદિરમાં માથુ ટેકવી વધતી મોંધવારી રોકવા માટે ભાજપને સદબુધ્ધિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસ જીલ્લા મહામંત્રી રામસનેહરી પાંડેય,પિડરા બ્લોક અધ્યક્ષ વિધ્નેશ્વરાનંદ ઉપાધ્યાય જીલ્લા ઉપાધ્યક્ષ રાજીવ રામ રાજુ રાકેશ સિંહ વિકાસ સિંહ વિનય મિશ્રા હિમાશું સિંહ સહિત અનેક કાર્યકર્તા હાજર રહ્યાં હતાં