કોંગ્રેસે દિલ્હી વિધાનસભાની બહાર કોંગ્રેસનું પ્રદર્શન કર્યું
નવીદિલ્હી: કોંગ્રેસે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે કેજરીવાલે સરકારની નીતિઓ સામે વિધાનસભાનો ઘેરાવ કરી સરકાર સામે આહ્વાન કર્યું હતું. દિલ્હી વિધાનસભામાં આજે મોન્સુન સત્ર શરૂ થઈ રહ્યું છે. આ બધા વચ્ચે કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિધાનસભાની બહાર જાેરદાર હંગામો શરૂ કર્યો હતો. કોંગ્રેસે ત્રણ મુદ્દે કેજરીવાલ સરકાર પાસેથી જવાબ માંગી રહી છે અને તેના કારણે જાેરદાર દેખાવ કર્યો હતો કોંગ્રેસ ઈચ્છે છે કે દિલ્હી સરકાર ડીટીસી બસ ખરીદવાનું કૌભાંડ, દિલ્હીમાં પીવાના પાણીની સમસ્યા અને મોંઘવારી પર જવાબ આપે.
કોંગ્રેસે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે કેજરીવાલે સરકારની નીતિઓ સામે વિધાનસભાનો ઘેરાવ કરી સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતાં પોલીસ દ્વારા લગાડવામાં આવેલ બેરીકેડ પણ કોંગ્રેસી કાર્યકરોએ તોડી નાખ્યા હતા અને સરકારમાં મંત્રીઓ, ધારાસભ્યોને ઘેરી લીધા હતા.
બીજીબાજુ વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે હંગામો શરૂ થઈ ગયો હતો. સંસદમાં ભાજપના ધારાસભ્ય ઓપી શર્માએ આપના ધારાસભ્યને પોતાની ઓકાતમાં રહે તેવી વાત કરી હતી. આ વાતનો પણ સખત વિરોધ થયો. સ્પીકરે ઓપી શર્માને માફી માંગવાનું કહ્યું પણ તેમણે માફી માંગી નહીં. જેના કારણે તેમેને એક દિવસ માટે સદનમાંથી બહાર કરી દેવામાં આવ્યા.