Western Times News

Gujarati News

કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહમદની બરતરફી રદ કરી

પટણા, બિહાર વિધાનસભા ચુંટણી થતા પહેલા રાજકીય ગલિયારોમાં હલચલ ખુબ તેજ થઇ ગઇ છે આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લઇ મોટો દાવો ખેલ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહમદની બરતરફી રદ કરવાની જાહેરાત કરી છે હકીકતમાં ગત વર્ષ લોકસભા ચુંટણીમાં શકીલ અહમદે બિહારમાં મહાગઠબંધનના ઉમેદવારની વિરૂધ્ધ મધુબની બેઠક પર ચુંટણી લડવાની જાહેરાત કરી હતી ત્યાં સુધી કે શકીલ અહમદે અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી પણ લડી હતી તેને કારણે તેમને છ વર્ષ માટે બરતરફ કરી દેવામાં આવ્યા હતાં.

હકીકતમાં લોકસભા ચુંટણીમાં શકીલ અહમદ મધુબની બેઠકથી કોંગ્રેસની ટીકીટ ઇચ્છતા હતાં પરંતુ મહાગઠબંધનમાં જયારે બેઠકોની ફાળવણી કરવામાં આવી તો આ બેઠક મુકેશ સહનીની પાર્ટી વીઆઇપીના ખાતામાં ચાલી ગઇ જેને કારણે શકીલ અહમદ અપક્ષ તરીકે ચુંટણીમાં ઉતર્યા હતાં એ યાદ રહે કે શકીલ અહમદ બિહારમાં એક મોટો મુસ્લિમ ચહેરો છે કોંગ્રેસ પાર્ટીમાં રહેતા તેમને સતત ભાજપ પર હુમલો કરવાનું ચાલુ રાખ્યુ હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.