કોંગ્રેસે બિહાર માટે ધોષણાપત્ર જારી કર્યું, કિસાનોને વિજળી પાણી મફત
પટણા, બિહાર વિધાનસભા ચુંટણીને લઇ મહાગઠબંધનના સાથી પક્ષ કોંગ્રેસે આજે પોતાનું ઘોષણાપત્ર જારી કર્યું ઘોષણાપત્રમાં કેન્દ્ર સરકાર તરફથી કિસાનોને લઇ કરવામાં આવ્લા કાનુનને રદ કરવાની સાથે બિહારમાં કિસાનોને વિજળી પાણી મફત આપવાનું વચન આપવામાં આવ્યું છે. બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અમારા ઘોષણાપત્રમાં એજ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે જે પુરા કરી શકાય તેમ છે એનડીએની જેમ નહીં જે ફકત જુમલાબાજી કરે છે. કોંગ્રેસે પોતાના ધોષણાપત્રમાં ૨૫ યોજનાનો ઉલ્લેખ કર્યો છે.
જેનો ઉલ્લેક કરવામાં આવ્યો છે તેમાં કિસાનોના દેવાફ માફ વિજળી બિલ હાફ,પુત્રીઓને ન્યાય,બેરોજગારોને ૧૫૦૦ રૂપિયા ભથ્થુ ૧૮ મહીને ૪.૩૦ લાખ ખાલી પદો પર નિયુક્તિ,કેજી અને પીજી સુધી અભ્યાસ કરનારી બાળકીઓને મફત શિક્ષણ, સાવિત્રીબાઇ ફુલે શિક્ષા યોજના રાજીવ ગાંધી રોજગાર મિત્ર યોજના,કૃષ્ણસિંહ ખેલાડી પ્રોત્સાહન યોજના,ટ્રેકટરનું રજિસ્ટ્રેશન મફત,સરદાર વલ્લભાઇ પટેલ પેયજલ અધિકાર યોજના.ડો રાજેન્દ્ર પ્રસાદ વૃધ્ધ સમ્માન યોજના,કર્પુરી ઠાકુર સુવિધા કેન્દ્ર મજદુરોને માહિતી આપવા માટે કેન્દ્ર બિહાર દેવાલય યાત્રા યોજના,ભૂમિહીનોને અવાસ અપાશે કૌશલ યુવતીઓને મફતમાં સ્કુટી,પશુઓ માટે મોબાઇલ પશુ હોસ્પિટલ બિહારના યુવા ખેલાડીઓ માટે પદક લાવો પદ પાઓની યોજના સામેલ છે.HS