કોંગ્રેસ અધીર રંજનની જગ્યા ગૌરવ ગોગાઈને જવાબદારી સોંપે તેવી સંભાવના
નવીદિલ્હી: કોંગ્રેસ પાર્ટીમાં ફરી એકવાર મોટો બદલાવ આવે તેવી સંભાવના નજર આવી રહી છે, સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજનની જગ્યા ગૌરવ ગોગાઈને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. જાણકારી મળી છે કે સંસદની રણનીતિ તૈયાર કરવા વાળા કોંગ્રેસના ગ્રુપની ૧૪ જુલાઇના રોજ બેઠક થશે.
આ બેઠક ઓનલાઈન થશે જે સોનિયાગાંધીના નેતૃત્વમાં થશે. લોકસભામાં નેતૃત્વમાં થશે. લોકસભામાં નેતૃત્વમાં પરિવર્તન પર છેલ્લો ર્નિણય આ જ બેઠકમાં લેવામાં આવશે. એવું માનવામાં આવે છે કે પાર્ટી અધીર રંજન ચૌધરીની જગ્યાએ ગૌરવ ગોગાઈને લોકસભામાં પાર્ટીના નેતા બનાવી શકે છે. આ સાથે જ લોકસભા ટીમમાં પણ ઘણા બધા બદલાવ કરવામાં આવી શકે છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, કોંગ્રેસ પણ “વન મેન વન પોસ્ટ” ફોર્મ્યુલા પર કામ કરી રહી છે. આ કારણે જ પાટી ર્ લોકસભામાં પોતાનું નેતૃત્વ બદલી શકે છે. પણ સૂત્રો દ્વારા આ જાણકારી મળી છે કે કોંગ્રેસ પાર્ટી અધીર રંજન ચૌધરીના કામથી ખુશ નથી. તેથી લોકસભામાં કોંગ્રેસ તતરફથી જે પદ આપવામાં આવ્યું છે તે પાછું લેવામાં આવી શકે છે. કોંગ્રેસ પાર્ટી સાથે સાથે તેઓ કોંગ્રેસની પશ્ચિમ બંગાળ ઈકાઈના અધ્યક્ષ પણ છે. તો બીજી બાજુ ગૌરવ ગોગાઈ અત્યારે લોકસભામાં પાર્ટીના ઉપનેતા છે. પણ ગૌરવ ગોગાઈને લોકસભામાં કોંગ્રેસના નેતા બનાવવામાં આવે તો તેમના માટે આ પ્રમોશન જેવુ થઈ જશે.