કોંગ્રેસ અને ગાંધી પરિવાર કોરોનાને લઇ રાજનીતિ કરે છે : ભાજપ
નવીદિલ્હી: ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ આજે ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું હતું તેમણે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના ટ્વીટનો હવાલો આપતા કહ્યું કે દેશ આજે મહામારીની બીજી લહેરથી ઝઝુમી રહ્યો છે મને ખુબ દુખ થાય છે કે આ મુદ્દા પર રાજનીતિ થવી જાેઇએ નહીં ત્યારે કોંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને ગાંધી પરિવાર તેના પર રાજનીતિ કરી રહ્યાં છે.
ભાજપ પ્રવકતાએ કહ્યું કે પ્રિયંકાએ જે રીતે ટીકા કરી છે તે દેશ જાેઇ રહ્યો છે.દેશ તેનો જવાબ આપશે ગાંધી પરિવારનો ઘમંડ આ આપદાના સમયે દેશની સામે આવી ગયો છે તેમણે કહ્યું કે દેશમાં ગભરાહટ નાસભાગ અને ફેક ન્યુઝ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મહારાષ્ટ્રમાં જે અસંવેદનશીલતા બતાવવામાં આવી તેનું પરિણામ છે કે આજે લગભગ ૪૦-૫૦ ટકા મામલા એક જ રાજયથી આવી રહ્યાં છે.પ્રિયંકાજી આજે મહારાષ્ટ્રની સરકાર જે કરી રહી છે
તેના પર તમારા ભાઇ એક શબ્દ પણ બોલી કેમ રહ્યાં નથી છત્તીસગઢની સ્થિતિ પર તેમણે કહ્યું કે છત્તીસગઢમાં આ સ્થિતિ એટલા માટે છે કે ત્યાંની સરકારે તેને નિયંત્રિત કરી નથી ત્યાંના મુખ્યમંત્રી પત્રકાર પરિષદ કરીને કહે છે કે અમે વેકસીનેશન કરાવીશું નહીં શું આ હકીકત નથી કે પંજાબ છત્તીસગઢ અને રાજસ્થાનની સરકારે પ્રેસ રીલીજ જારી કરી હતી કે અમે કોવેકસીન લઇશું નહીં
એ યાદ રહે કે પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર હુમલો કરતા આજે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર બાદ સરકારની પ્રતિક્રિયા ખુબ નિરાશાજનક રહી છે આ સમય વડાપ્રધાન માટે પ્રચાર અભિયાન ચલાવવાનો નહીં પરંતુ લોકોના આંખોમાં આવેલા આસુ લુંછવાનો એ નાગરિકોને ઘાતક વાયરસથી બચાવવાનો સમય છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુછયું કે શું આ રાજનીતિક રેલીઓમાં હસવાનો સમય છે. તેમણે કહ્યું હતું કે એક વર્ષનો સમય મળ્યો હોવા છતાં સરકાર તરફથી કોઇ પગલા ઉઠાવાયા નથી