કોંગ્રેસ અને રાજદે દેશને મજબુર બનાવ્યો છે: યોગી

બગહા, બિહારમાં બીજા તબક્કા માટે આવતીકાલે મતદાન થનાર છે ત્રીજા તબક્કાના મતદાન માટે આજે વિવિધ રાજકીય પક્ષો અને નેતાઓએ પોતાની શક્તિ લગાવી દીધી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બગહામાં ચુંટણી સભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ અને રાજદે દેશને મજબુર બનાવી દીધુ છે. હવે પાકિસ્તાનની સંસદમાં પણ ભારતનો ડર જાેવા મળી રહ્યો છે.
યોગીએ આતંકવાદના મુદ્દાને જાેરશોરથી ઉઠાવતા કહ્યું કે આજે ભારતને કોઇ ખરાબ નજરે જાેઇ શકે તેમ નથી ભારતના જવાનોએ પાકિસ્તાનમાં ધુસી આતંકીઓને ઠાર માર્યા છે.અમે વિંગ કમાંડર અભિનંદનને ૨૪ કલાકમાં પાછા લાવ્યા છે. યોગીએ કહ્યું કે આજે પાકિસ્તાનની સંસદમાં પણ ભારતનો ડર છે.તેમણે કહ્યું કે જાે કોઇ ભારત તરફ જાેશે તો આપણા જવાનો તેમની આંખો નિકાળી દેશે તેમણે કહ્યું કે કાશ્મીરમાં ભાજપના ત્રણ કાર્યકરોની હત્યા બાદ ઘાટીના અનેક આતંકીઓને ભારતીય સેનાએ ઠાર માર્યા છે.
તેમણે કહ્યું કે હું બગહાની ધરતીને નમન કરૂ છું કારણ કે અહીં માતા સીતાએ શરણ લીધી હતી. તેમણે કહ્યું કે દેશમાં બે જ ત્રિવેણી છે પહેલો પ્રયાગરાજ અને બીજાે વાલ્મિકીનગર બિહારના લોકો ભાગ્યશાળી છે તેમનો ત્યાંથી સંબંધ છે જયાં રામાણ લખવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોના કાળમાં મોટા મોટા દેશ હારી ગયા ત્યારે ભારતે ઉદાહરણ રજુ કર્યું જયારે વિરોધ પક્ષોએ ફકત દગો આપવાનું કામ કર્યું.HS