કોંગ્રેસ અને સાથીઓએ લોકતંત્રને ફરી શર્મસાર કર્યું: અમિત શાહ
નવીદિલ્હી, મુંબઇ ખાતે રિપબ્લિકન ટીટીના એડિયર ઇન ચીફ અર્ણબ ગોસ્વામીની મુંબઇ પોલીસતરફથી કરવામાં આવેલ ધરપકડની ગૃહમંત્રી અમિત શાહે ટીકા કરી છે. આ ઘટનાને લઇ તેમણે કોંગ્રેસ પર પણ હુમલો કર્યો છે અમિત શાહે આ ધટનાને ઇન્દિરા ગાંધીના જમાનામાં લગાવવામાં આવેલ કટોકટીની ઘટનાથી જાેડતા તેનો વિરોધ કર્યો.
તેમણે આ ધટના પર એક ટ્વીટ કરતા લખ્યું કે કોંગ્રેસ અને તેના સાથીઓએ એકવાર ફરી લોકતંત્રને શર્મસાર કર્યું છે રિપબ્લિકન ટીવી અને અર્બણ ગોસ્વામીની વિરૂધ્ધ રાજયની શક્તિઓના પ્રયાગ વ્યક્તિગત સ્વતંત્રત્રતા અને લોકતંત્રના ચોથા સ્તંભ પર હુમલો છે.આથી આપણે ઇમરજેંસીના દિવસોની યાદ આવે છે આઝાદ પ્રેસ પર આ હુમલાો વિરોધ થવો જાેઇએ અને થશે.
આ પહેલા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ તેનો વિરોધ કર્યો હતો તેમણે એક ટ્વીટ કરી કહ્યું કે અમે મહારાષ્ટ્રમાં પ્રેસની સ્વતંત્રતા પર થયેલા આ હુમલાની ટીકા કરીએ છીએ. પ્રેસની સાથે વર્તાવ કરવાની આ યોગ્ય પધ્ધતિ નથી તેનાથી કટોકટીના દિવસોની યાદ આવી રહી છે.જયારે પ્રેસથી આવો વ્યવહાર કરવામાં આવતો હતો.
એ યાદ રહે કે અર્ણબની ધરપકડ બાદ મુંબઇ પોલીસનું કહેવુ છે કે રિપબ્લિકન ટીવીના મુખ્ય સંપાદક ગોસ્વામીને ઇટીરિયલ ડિઝાઇનને કહેવાતી રીતે આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલામાં ધરપકડ કરી છે.આ મામલો ૨૦૧૮નો છે જયારે ડિઝાઇનર અન્વય નાઇક અને તેની માતા કુમુદ નાઇકે મે ૨૦૧૮માં અલીબાગમાં આત્મહત્યા કરી લીધી હતી.HS