કોંગ્રેસ ક્યારેય ભાજપ જેવી નહીં બને : પૂર્વ મંત્રી સલમાન ખુર્શીદ

નવીદિલ્હી: કોંગ્રેસ વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદનું એક નિવેદન એકદમ લોકપ્રિય થઇ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં વસ્તી બિલનો મુસદ્દો રજૂ થયા બાદ તેમણે કહ્યું હતું કે પહેલા સરકારના મંત્રીઓએ તેઓને કેટલા બાળકો છે તે જણાવવું જાેઈએ. ખુર્શીદ આ વાત પર અટક્યા નહીં, પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે કાયદેસર અને ગેરકાયદેસર બાળકોની પણ ગણતરી કરવી જાેઈએ.ભાજપે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા આ નિવેદન આપ્યું છે. સલમાન ખુર્શીદે પેગાસસ જાસૂસી, કોંગ્રેસનું ભાવિ અને વસ્તી નિયંત્રણ બિલ સહિતના અન્ય ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપ્યા હતા તેમમે કહ્યું કે ૧૦૦ વર્ષ સુધી સત્તા ન મળે તો પણ કોંગ્રેસ ક્યારેય ભાજપ જેવી નહીં બને.
સલમાન ખુર્શીદે કહ્યું કે પેગાસસ દ્વારા જાસૂસી કરવાનો મામલો ખૂબ ગંભીર છે. નોંધપાત્ર વાત એ છે કે પેગાસસ જાસૂસીનો મામલો સામે આવ્યા બાદ સરકાર ઉપર અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ સોફટવેર દ્વારા ઘણા મોટા રાજકારણીઓ અને પત્રકારોની જાસૂસીનો મામલો સામે આવ્યો છે.
સલમાન ખુર્શીદે કહ્યું કે આવું કદી ન બની શકે., વિચારધારા તદન અલગ છે જાે ૧૦૦ વર્ષ સુધી જાે કોંગ્રેસને સત્તામાં આવવાની તક ન મળે, તો પણ અમે ભાજપ જેવા કયારે નહીં બનીએ. જાેકે સલમાને એમ કહ્યું હતું કે ભાજપમાં કેટલીક બાબતો એવી છે કે જેનાથી પ્રેરણા મેળવી શકાય. તેમણે કહ્યું કે જાે ભાજપ એવી જગ્યાએ જાય કે જ્યાં તે ક્યારેય જીત્યા ન હોય તો પણ તે કહે છે કે આ વખતે જીતશે .
સલમાન ખુર્શીદે મંત્રીમંડળમાં થયેલા તાજેતરના ફેરફારો અંગે પોતાના મંતવ્યો આપ્યા હતા. તેમણે કહ્યું કે અચાનક ઘણા મંત્રીઓને હટાવવા ઘણા પ્રશ્નો ઉભા કરે છે. તે બધા સરકારના ફ્રન્ટલાઈન પ્રધાન હતા. તેની કામગીરી અન્ય કોઈની તુલનામાં સારી કે ખરાબ કહી શકાતી નથી. તેઓને આવા અચાનકથી દૂર કરવાથી આશ્ચર્ય થયું છે. ખુર્શીદે કહ્યું, “એવું પણ નથી કે તેમને સંગઠનને લગતા કોઈપણ કામ સોંપવામાં આવ્યાં હતાં પરંતુ તેમને શાકભાજીની જેમ દૂર કરી દીધા.