કોંગ્રેસ ચ્હાની ઓળખ ખતમ કરવાનો પ્રયાસ કરનારાઓની સાથે ઉભી છે : મોદી
દિસપુર: આસામ વિધાનસભા ચુંટણી માટે ચુબાઓમાં આયોજીત રેલીને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોગ્રેસ પર ભારે પ્રહારો કર્યા હતાં મોદીએ કહ્યું કે કોંગ્રેસ આસામના લોકોથી ખુબ દુર ચાલી ગઇ છે.તાજેતરમાં તેમણે શ્રીલંકાની એક ફોટો શેયર કરી અને કહ્યું કે આ આસામ છે ત્યારબાદ તાઇવાનની પણ ફોટો શેર કરી તેને આસામ બતાવ્યું આ આપણા ખુબસુરત આસામની સાથે અન્યાય અને અપમાન છે મોદીએ રેલીમાં ટુલકિટ મુદ્દાને ઉઠાવ્યો અને દાવો કર્યો કે કોંગ્રેસ તે લોકોની સાથે ઉભી છે જે આસામની ચ્હાની ઓળખ સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે.
વડાપ્રધાને કહ્યું કે હું આસામમાં કે પૂર્વોતર અન્ય રાજયોમાં જવુ છું ખુબ ગૌરવથી ત્યાંની સંસ્કૃતિથી જાેડાવવાના ેમને આનંદ આવે છે. હવે જે મને આ ગમછો પહેરાવવામાં આવ્યો મારા માટે મોટું ગર્વ અને સમ્માનનો વિષય છે પરંતુ કોંગ્રેસ તેની પણ મજાક ઉડાવે છે આજે જયારે આપણે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં લાગ્યા છે તો આ સમગ્ર વિસ્તાકની તેમાં ખુબ મોટી ભૂમિકા છે ચ્હાના એકસપોર્ટમાં જ નહીં પરંતુ આ ક્ષેત્ર અન્ય અનેક ઓર્ગેનિક ફુડ એકસપોર્ટર થઇ શકે છે.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે ટી ગાર્ડન્સમાં કામ કરનારા આપણા સાથીઓની દૈનિક મજુરી વધારવા માટે પણ એનડીએ સરકાર કટીબધ્ધ છે હું એ વાતની પ્રશંસા કરૂ છું કે આસામ સરકારે ગત ૨-૩ વર્ષોમાં તેમાં વધારો કર્યો છે. પરંતુ અમારો આ પ્રયાસ અદાલતમાં અટકી ગયો તેનો લાભ ઉઠાવી વિરોધ પક્ષ અનેક રીતના ભ્રમ અને જુઠ્ઠાણા ફેલાવી રહ્યાં છે.
તેમણે કહ્યું કે અહીં પાચ વર્ષ પહેલા બ્રહ્મપુત્ર પર પુલોની સ્થિતિ શું હતી તે તમે સારી રીતે જાેણો છે નવી બ્રિજ તો છોડો જે વર્ષો પહેલા અટલજી સરકારે શરૂ કર્યા હતાં તેને પણ કોંગ્રેસ સરકારોએ અટકાવી દીધા હતાં અમે આ પ્રોજેકટ્સને તેજીથી પુરા કર્યા આજે બ્રહ્મપુત્ર પર બોગિબિલ સહિત ચાર બ્રિજ શરૂ થઇ ચુકયા છે. અનેક નવા સેતુઓ પર કામ ચાલી રહ્યું છે
કોગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તમારે એ યાદ રાખવાનું છે કે આ કોંગ્રેસ છે જેને મૂળ નિવાસીઓને જમીનનો અધિકાર આપવા માટે કયારેય ગંભીર પગલા ઉઠાવ્યા નથી અહીંના મૂળ નિવાસીઓને જમીનના પટ્ટા આપવાનું કામ સર્બાનંદજીના નેતૃત્વમાં એનડીએ સરકારે જ શરૂ કર્યું છે કયારેક દેશની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ આજે સમિટાઇ રહી છે કારણ બિલકુલ સાફ છે કોંગ્રેસમાં પ્રતિભા પ્રત્યે સમ્માન નથી સત્તાની લાલચ સર્વોપરિ છે સત્તા માટે આ કોઇનો પણ સાથ લઇ શક છે કોઇને પણ સાથ આપી શકે છે.