કોંગ્રેસ છોડીને ટીએમસીમાં સામેલ થયેલા અશોક તંવર આપ પાર્ટીમાં સામેલ

નવીદિલ્હી, કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયેલા અશોક તંવર આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. અશોક તંવર દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને પાર્ટીના અન્ય નેતાઓની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જાેડાયા હતા.
પાર્ટીમાં સામેલ થયા બાદ હરિયાણામાં કોંગ્રેસના પૂર્વ નેતા અશોક તંવર પાર્ટી કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા.
અશોક તંવરે ટ્વીટ કર્યું છે કે લોકપ્રિય નેતા શ્રી અરવિંદ કેજરીવાલ જીના સક્ષમ નેતૃત્વમાં જનહિતમાં થઈ રહેલા કામોએ મને સામાન્ય માણસ સાથે જાેડાવાની પ્રેરણા આપી છે. હું લોકોનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીને પાર્ટી નેતૃત્વના વિશ્વાસ પર ખરા ઉતરવાનો મારાથી શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.
આના પર કેજરીવાલે કહ્યું, “આમ આદમી પાર્ટી પરિવારમાં આપનું સ્વાગત છે, અશોક જી. વિદ્યાર્થી રાજકારણથી લઈને સંસદ સુધીનો તમારો રાજકીય અનુભવ ચોક્કસપણે હરિયાણા અને સમગ્ર દેશમાં પાર્ટી સંગઠન માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.
અશોક તંવરે વર્ષ ૨૦૧૯માં કોંગ્રેસ છોડી દીધી હતી.અશોક તંવર હરિયાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
તેમણે ભારતીય યુવા કોંગ્રેસ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનયુએસઆઇના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે. તંવર બાદમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં જાેડાયા. હવે તંવર આપમાં જાેડાઈ ગયા છે. પંજાબ વિધાનસભામાં આપની શાનદાર જીત બાદ, કોંગ્રેસ, ભાજપ અને અન્ય પક્ષોના ઘણા સ્થાનિક નેતાઓ હરિયાણામાં કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટીમાં જાેડાયા છે.
તંવરના જાેડાવું એ આમ આદમી પાર્ટી માટે એક મોટી સફળતા તરીકે જાેવામાં આવે છે, કારણ કે પાર્ટી ૨૦૨૪માં હરિયાણામાં પ્રસ્તાવિત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પોતાનો આધાર વધારવાનો પ્રયાસ કરી રહી છે.HS