Western Times News

Gujarati News

કોંગ્રેસ દેશના ઇતિહાસમાંથી પુરી થવા જઈ રહી છે: ઓવૈસી

સુરત, ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને AIMIM રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સુરતની મુલાકાતે આવ્યા હતા. ઓવૈસીએ મુસ્લિમોને પોતાના હક અને સંગઠિત થવા પર ભાર મૂક્યો હતો. એટલું જ નહીં, રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં AIMIM પુરી તાકાત સાથે લડશે તેવું પણ નિવેદન આપ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં અમે પુરી તાકાત સાથે લડીશું. દેશમાં યુવાનોને રોજગાર, નાત-જાતના ભેદભાવ વગર શિક્ષણ, સ્વાસ્થ્યની સુવિધા સહિતના મુદ્દે વાતચીતની જગ્યાએ અન્ય મુદ્દા ઉભા કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે.

અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી દેશના ઇતિહાસમાંથી પુરી થવા જઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી મોદીનો મુકાબલો કરી શકતી નથી. જાે કોઈ મોદીને રોકવાનું જાણતો હોય તો તે છે અસદુદિન ઓવૈસી છે. કોંગ્રેસ કે રાહુલ ગાંધીમાં આ દમ નથી કે મોદીને રોકી શકે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની મિલીભગત છે. તમે કોંગ્રેસને વોટ આપશો તો તેઓ જીતીને ભાજપમાં જતા રહેશે.

ભાજપને લાગે છે કે મુઘલો જવાબદાર છે તો. ઔરંગઝેબ જવાબદાર છે પેટ્રોલના ભાવ વધારા માટે. અકબર જવાબદાર છે બેરોજગારી માટે. શાહજહાં જવાબદાર છે વધતી મોંઘવારી માટે. ઓવૈસીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો ઉઠ્‌યો તો ના કોંગ્રેસ બોલ્યું, ના કેજરીવાલ બોલ્યા, ફક્ત ઓવૈસી બોલ્યો.

આ લોકો મુઘલોની વાત કરે છે. પરંતુ ભારતના મુસલમાનોને મુઘલો સાથે કોઈ સંબંધ નથી. ભારતમાં પહેલી મસ્જિદ કેરળમાં બનાવવામાં આવી હતી, મુઘલોએ બનાવી નહોતી. આ લોકોને ફક્ત મુઘલો જ દેખાય છે. પુષ્યમિત્રાએ બુદ્ધ મંદિરો તોડ્યા તેની વાત નથી કરતા અને તાજમહેલ ખોદવાની વાત કરે છે. હું તો કહીશ કે જાે તાજમહલ ખોદવો હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરની નીચે પણ મસ્જિદ છે હું ખોદીને જાેવા માંગીશ.

શું મોદીની આસ્થા અને ઓવૈસીની આસ્થામાં ફરક છે? આ દેશ આસ્થા પર નથી ચાલતો. ભારતનો મુસલમાન દેશમાં કિરાયેદાર નથી હિસ્સેદાર છે. ઓવૈસીએ જણાવ્યું હતું ક, ગુજરાતમાં અશાંતધારાનો કાયદો બનાવ્યો. સુરતના પણ અલગ અલગ વિસ્તારોમાં આ કાયદો લાગુ કરાયો. ત્યારે AIMIM માંગ કરે છે કે ગુજરાતમાંથી આ અશાંતધારાનો કાયદો રદ્દ કરાય.

નોંધનીય છે કે છે કે, ઓવૈસીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી સમયમાં સરકાર ધર્મને મુખ્ય બાબત બનાવી વિવિધ મુદ્દા ઉભા કરી રહી છે. જેના કારણે દેશમાં વિવાદો થશે.

મુસ્લિમો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. અન્ય રાજકીય પાર્ટીઓએ મુસ્લિમ પર થતા અત્યાચાર અને મુસ્લિમોની સમસ્યા પર મૌન સેવી રહ્યા છે. મુસ્લિમોએ શિક્ષા, રોજગારી સહિત પોતાના હત મેળવવા માટે સંગઠિત થઈને લડત આપવી પડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.