Western Times News

Gujarati News

કોંગ્રેસ દ્વારા વિવિધ શહેરોમાં પેપર લીક કૌભાંડને લઈને વિરોધ

ગાંધીનગર, પેપર લીક મામલે ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. એક તરફ ગુજરાત સરકાર અને ગૌણ સેવા મંડળના પેટનુ પાણી હાલતુ નથી, આવામાં વિપક્ષે સરકાર સામે મોરચો માંડ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા અસિત વોરાના રાજીનામાની માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં પેપર લીક કૌભાંડને લઈને વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે. તો બીજી તરફ, અમદાવાદમાં વિરોધ પ્રદર્શન માટે આપના નેતાઓ ઉપવાસ પર ઉતરે તે પહલાં જ તેમની અટકાયત કરવામાં આવી છે. આપના ગુલાબસિંહ, મહેશ સવાણી અને મનોજ સોરઠીયાની અટકાયત કરવામાં આવી છે. તો બીજી તરફ, કોંગ્રેસ પાર્ટી દ્વારા રેલીની શરૂઆત કરાય તે પહેલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક કાંડ મુદ્દે આસિત વોરાના રાજીનામાની માંગ સાથે કમલમ કાર્યાલય પર આવેદનપત્ર પાઠવેત તે સમગ્ર મુદ્દે વિસ્તૃત માહિતી, તથ્યો અને આગામી રણનિતી વિશે પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યું હતુ.

દિલ્હી સરકારના ધારાસભ્ય તેમજ આપ ગુજરાતના પ્રભારી ગુલાબસિહ યાદવ, પ્રદેશ નેતા મહેશ સવાણી, સંગઠન મહામંત્રી મનોજભાઇ સોરઠીયા, મહામંત્રી સાગરભાઇ રબારી પ્રેસને સંબોધન કરીને સરકાર સામે સવાલો કરાયા હતા. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરીને અસિત વોરાના રાજીનામાની માંગ કરી હતી.

પેપરલીક કાંડ મામલે ગુજરાતમા વિરોધ વધી રહ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા પ્રદેશ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી બાઇક રેલીનું આયોજન કરાયુ હતું. એકઠા થયેલા કોંગ્રેસ કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા. જાેકે, પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી ન હતી. આ કારણે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરાયો હતો. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય આસપાસ પોલીસે કિલ્લેબંધી કીર હતી. કોંગ્રેસ કાર્યકરોની બાઇક રેલી નીકળી ન શકે એ રીતે પોલીસ વાહનો ગોઠવી દેવાયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.