કોંગ્રેસ નેતા ઉદિત રાજે ઇવીએમ પર સવાલ ઉઠાવ્યા
પટણા, બિહાર વિધાનસભાની ચુંટણીમાં એનડીએને સફળતા મળી છે. આ દરમિયાન રાજદના નેતૃત્વમાં મહાગઠબંધનને નુકસાન થયું છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઉદિત રાજે ઇવીએમ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે પુછયુ છે કે ઇવીએમ હૈક કેમ થઇ શકે નહીં.
તેમણે ઇવીએમ પર સવાલ ઉઠાવતા ટ્વીટ કર્યું કે જયારે મંગળ ગ્રહ અને ચાંદ તરફ જતાં ઉપક્રમની દિશાને ધરતીથી નિયંત્રિત કરી શકાય છે તો ઇવીએમ હૈંક કેમ કરી શકાય નહીં અમેરિકામાં જાે ઇવીએમથી ચુંટણી હોત તો શું ટ્રંપ હારી શકતા હતાં.
એ યાદ રહે કે વિધાનસભા ચુંટણીની ગણતરી ચાલુ થઇ ત્યારે મહાગઠબંધન આગળ ચાલી રહ્યું હતું પરંતુ બાદમાં તે ધીમે ધીમે પાછળ રહી ગયું હતું. મહાગઠબંધન આગળ હતું ત્યારે કોઇ નેતાએ ઇવીએમ પર સવાલ ઉઠાવ્યા નહીં પરંતુ હાર સુનિશ્ચિત તથા કોંગ્રેસના નેતાઓએ ઇવીએમ પર સવાલ ઉઠાવ્યા હતાં.HS