કોંગ્રેસ નેતા ડી કે શિવકુમાર કોરોના પોઝીટીવ
બેંગ્લુરૂ, કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ અને રાજયમાં પાર્ટીના કદ્દાવાર નેતા ડી કે શિવકુમારનું કહેવુ છે કે તે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે તેમને બેંગ્લુરૂની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ પહેલા રાજયના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા અને તેમની પુત્રી પણ કોરોનાની ચપેટમાં આવી ચુકયા છે. શિવકુમાર પહેલા હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન,કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇક,અર્જૂન રામ મેધવાલ અને કૈલાશ ચૌધરી કોરોનાના સંક્રમિત થઇ ચુકયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા,મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિધ્ધારમૈયા અને તમિલનાડુના રાજયપાલ બનવારીલાલ પુરોહિતનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો આ ઉપરાંત ઉત્તરપ્રદેશ કેબિનેટની એક મહિલા મંત્રી કમલ રાની વરૂણનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો અને તેમનું નિધન થયું હતું.HS