કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ૧૨ જૂને નહીં આવે ગુજરાત
અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા ઠેર ઠેર કાર્યક્રમો અને વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. એક બાદ એક રાજકીય દિગ્ગજાે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને પીએમ મોદી અવારનવાર ગુજરાતની મુલાકાતે આવે છે. આજે પણ તેઓ ગુજરાતમાં જ છે. તો આ તરફ કોંગ્રેસ પણ ગુજરાતમાં પ્રભુત્વ બનાવવા પ્રયાસો કરી રહી છે.
અનેક કાર્યક્રમો અને અભિયાન ચલાવવામાં આવે છે. જેમાંના એક કાર્યક્રમમાં હાજરી આપવા રાહુલ ગાંધી આવવાના હતા પરંતુ હાલ તેમનો પ્રયાસ રદ થયો છે.
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી નજીક આવી રહી છે. કોંગ્રેસ ગુજરાતનુ પ્રભુત્વ બનાવામાટે ગુજરાતમાં અનેક કાર્યક્રમ યોજી રહી છે. રાહુલ ગાંધી ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવાના હતા. આગામી ૧૨ જૂને યોજવામાં આવેલ કાર્યક્રમમાં રાહુલ ગાંધી હવે હાજરી આપી શકશે નહિં. રાહુલ ગાંધીએ ઈડ્ઢ ના સમન્સને પગલે ગુજરાત પ્રવાસ રદ કર્યો છે.
મહત્વનું છે કે આદિવાસી અધિકાર સત્યાગ્રહના રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વાંસદાના ચારણવાડા ખાતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાહુલ ગાંધી રેલીને સંબોધન પણ કરવાના હતા. પરંતુ તેઓ હાજરી આપી શકશે નહી. વાંસદાના ચારણવાડા ગામે દક્ષિણ ઝોનનો કાર્યક્રમ યોજાવાનો હતો.
નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જાેડાયેલ મની લોન્ડ્રીંગ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હવે ૧૩ જૂને ઈન્ફોર્સમેંટ ડિરોક્ટરેટની સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે તેમણે નવી તારીખની માગ કરી હતી, હાલમાં તેઓ દેશની બહાર છે.
અગાઉ EDએ પૂછપરછ માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી નેતા રાહુલ ગાંધીને સમન્સ જાહેર કર્યું હતું. સોનિયા ગાંધીને EDએ ૮ જૂનના રોજ દિલ્હી સ્થિત પોતાની ઓફિસે હાજર થવા માટે કહ્યું હતું. જ્યારે રાહુલ ગાંધીને બે જૂનના રોજ હાજર થવા માટે કહ્યું હતું, પણ તે થઈ શક્યુ નહીં અને ત્યાર બાદ EDએ ફરી વાર સમન્સ જાહેર કર્યું હતું.SS1MS