કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી યોગી પટેલે રાજીનામુ ધરી દેતા રાજકીય માહોલ ગરમાયો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લો કોંગ્રેસ મુક્ત બની રહ્યો હોય તેવા એંધાણ વચ્ચે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના ઉપપ્રમુખે પણ હવે પોતાના પદ ઉપરથી રાજીનામુ ઘરી દેતા વિદ્યાર્થીઓની સમસ્યા માં હમેંશા આગળ રહેતા યોગી પટેલના રાજીનામાથી વિદ્યાર્થીઓમાં પણ નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જીલ્લામાં લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ અને આપના ગઠબંધન બાદ કોંગ્રેસ વધુ નબળી બની રહી છે અને કોંગ્રેસના પણ ઘણા પાયાના હોદ્દેદારો રાજીનામાં આપી નિષ્ક્રિય બની રહ્યા છે.
તેવામાં જ કોલેજના વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવા માટે હર હંમેશા મેદાનમાં ઉતરનાર ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના ઉપપ્રમુખ અને પ્રભારી દક્ષિણ ગુજરાત યોગી પટેલે આજે એનએસયુઆઈ અને કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સ્વૈચ્છીક રાજીનામુ આપ્યું હોવાના લેટરો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરતા કોંગ્રેસ ભરૂચ જીલ્લા માંથી મુક્ત થઈ રહી હોય તેવો ગણગણાટ ઉભો થઈ ગયો છે.
આપને આજ રોજ જણાવવાનું કે હું યોગી પટેલ ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ દ્ગજીૈંં,પ્રભારી ગુજરાત પ્રદેશ દ્ગજીૈંં તેમજ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સ્વેચ્છીક રાજીનામું આપું છું.કોંગ્રેસ પક્ષ દ્વારા જે જવાબદારી મને સોંપવામાં આવી હતી એમાં મેં મારી સંપુર્ણ નિષ્ઠાપૂર્વક કાર્યનિષ્ઠ રહી જિમ્મેદારી નિભાવી હતી. હર હંમેશા યુવાનો અને પ્રજાજનોના દરેક નાની મોટી સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ માટે તથા હકક અને ન્યાય અપાવવા માટે હર હંમેશ તત્પર રહયો છું.
આવનારા સમયમાં સંસ્કૃતિ સેવા સાક્ષરતા સિધ્ધાંતને ધ્યાનમાં રાખી સામાજિક, ધાર્મિક સેવા કાર્ય અને પ્રજાના હિતલક્ષી કાર્યો કરીશ. તેમજ વિધાર્થી, યુવાનો તેમજ જનતાને પ્રશ્નો અને સમસ્યાના નિરાકરણ અને હકક-ન્યાય મળી રહે તે માટે જરૂરથી તત્પર રહી કાર્ય કરીશ તેમ રાજીનામુ આપનાર યોગી પટેલે જણાવ્યું હતું.