કોંગ્રેસ પણ બતાવે મહાવસુલી સરકારમાં કેટલો હિસ્સો મળ્યો : ફડનવીસ
મુંબઇ: મુબઇ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહના પત્રમાં ગૃહમંત્રી પર લગાવવામાં આવેલા આરોપોને લઇ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે રાજયપાલની મુલાકાત કરી હતી ફડનવીસ આજે સવારે ભાજપના અનેક નેતાઓની સાથે રાજયપાલ ભગત સિંહ કોશ્યારીથી મળ્યા અને તેમને આવેદનપત્ર સોંપ્યુ હતું રાજયપાલથી મુલાકાત બાદ ફડનવીસે કહ્યું કે એ દુખની વાત છે કે સમગ્ર મામા પર મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે ચુપ છે. શરદ પવારે બે દિવસ સુધી બચાવો કર્યો જયારે કોંગ્રેસ અસ્તિત્વમાં જાેવા મળી રહી નથી તેમણે એકવાર ફરી મહાવિકાસ અઘાડી સરકારને મહાવસુલી સરકાર ગણાવી હતી.
તેમણે કહ્યું કે કોંગ્રેસ જે રીતે ચુપકીદી સેવી રહી છે તેને બતાવવું જાેઇએ કે તેને તેના માટે કેટલો હિસ્સો મળ્યો છે. તેમણે કહ્યું કે અમે રાજયપાલની સામે સમગ્ર મામલો રજુ કર્યો છે અમને આશા છે કે આ મામલે રાજયપાલે વાત કરવી જાેઇએ અને મુખ્યમંત્રીને પુછવું જાેઇએ કે આખરે તેમણે તેના પર શું કાર્યવાહી કરી છે. ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પૂર્વ કમિશ્નર તરફથી લગાવવામાં આવેલા આરોપો બાદથી ભાજપ રાજયની ગઠબંધન સરકાર પર હુમલાવર છે અને તેમના રાજીનામાની માંગ કરી રહી છે.
પૂર્વ પોલીસે મુખ્યમંત્રીને લખેલ પોતાના એક પત્રમાં આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખ તરફથી મુંબઇ પોલીસને મહીને ૧૦૦ કરોડ રૂપિયાની વસુલી કરવાનો ટારગેટ આપવામાં આવ્યો હતો. એ યાદ રહે કે પરમબીર સિંહને મુંબઇ પોલીસ કમિશ્નરના પદેથી હટાવી દેવામાં આવ્યા છે અને હવે તે ડીજી હોમગાડ્ર્સની જવાબદારી સંભાળી રહ્યાં છે. એ યાદ રહે કે એનસીપીના વડા શરદ પવારે સતત બે દિવસ પત્રકાર પરિષદ કરી દેશમુખનો બચાવ કર્યો હતો સોમવારે તેમણે એક હોસ્પિટલની પત્રિકા બતાવી કહ્યું હતું કે દેશમુખ હોસ્પિટલમાં દાખલ હતાં જાે કે તેના પર તે સમયે વિવાદ થયો
જયારે તેમની ૧૫ ફેબ્રુઆરીની એક પત્રકાર પરિષદની વીડિયો સામે આવી ત્યારબાદ દેવેન્દ્ર ફડનવીસે દિલ્હી જઇ ગૃહ સચિવની મુલાકાત કરી અને સમગ્ર મામલાની સીબીઆઇ તપાસ કરાવવાની માંદ કરી હતી