કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલે છે : વિજય રૂપાણી
સુરત: આજે સુરતના વરાછાના મીની બજાર નજીકથી સીએએ ના સમર્થનમાં શહેર ભાજપના નેતૃત્વમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરાયું છે. વરાછાના મીની બજારથી શરૂ ખનાર રેલીનું હીરાબાગ સર્કલ પર સમાપન કરાશે. સીએએના સમર્થનમાં અઠવાગેટ બાદ બીજી સૌથી મોટી શહેરમાંથી રેલી યોજાઈ રહી છે.
આ રેલીમાં મુખ્યમંત્રી રૂપાણી, પ્રભારી કૌશિક પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ રેલીની શરૂઆતમાં માનગઢ ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. આ રેલીમાં ભાજપના નેતાઓ, ધારાસભ્યો, અને કોર્પોરેટરો,સહિત વિવિધ સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં જોડાશે.
આ રેલીમાં વિજય રૂપાણીએ આક્રમક અંદાજમાં ભાષણ આપ્યું હતું. સામાન્ય રીતે સોમ્ય ગણાતા વિજય રૂપાણી છેલ્લા કેટલાક દિવસથી આક્રમક અંદાજમાં ભાષણ આપી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે પોતાની જાતને પોતાના સ્વભાવથી એકદમ અલગ રીતે રજૂ કરવા માટે સીએમ રૂપાણી કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરના ભત્રીજા જય થરૂરની સેવાઓ લઈ રહ્યા છે. જય છેલ્લા કેટલાક સમયથી વિજય રૂપાણીનું મેકઓવર કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે આ દેશના સ્વાભિમાનની રેલી છે આ દેશના સન્માનની રેલી છે ભારત મહાસત્તા બને એ માટે આપણે પ્રયાસ કરવાનો છે કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલે છે લોકોને ભ્રમિત કરવાનું બંધ કરવું જોઈએ
તેમણે કહ્યું કે સીએએ નાગરિકતા છીનવવાનો નહીં પણ આપવાનો કાયદો છે કોંગ્રેસ દુષ્પ્રચાર કરે છે તેમણે દેશના ટુકડેટુકડા થાય એની સામે આ લડાઈ છે ગુજરાતની જનતા સીએએના સમર્થનમાં આગળ આવી છે એ માટે હું આભારી છું અમિતભાઈ અને વડાપ્રધાન મોદીજીને ટેકો આપવાના આપણા પ્રયાસ હોવા જોઇએ