Western Times News

Gujarati News

કોંગ્રેસ, બસપા અને સપાના નેતા ભાજપમાં શામેલ થયા

લખનૌ, ઉત્તર પ્રદેશમાં ૨૦૨૨ની અંદર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી સાથે રાજકારણીઓના પક્ષપલટાની રમત ચાલુ રહે છે. આ એપિસોડમાં, શનિવારે ૨૩ ઓક્ટોબરે, બસપા, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ઘણા નેતાઓ ભાજપમાં જાેડાયા હતા. તમને જણાવી દઈએ કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે બિજનૌરથી ચાર વખત ધારાસભ્ય રહેલા ઈન્દ્રદેવ સિંહ સહિત ઘણા નેતાઓને પાર્ટીનું સભ્યપદ આપ્યું હતું.

આ દરમિયાન તેમણે કહ્યું કે જે રીતે વિવિધ પક્ષોના નેતાઓ ભાજપમાં જાેડાઈ રહ્યા છે, તેનાથી ભાજપમાં લોકોનો વિશ્વાસ દેખાય છે. કન્નૌજના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રેશ સિંહ, પૂર્વ કોંગ્રેસ નેતા શશીલતા ચૌહાણ, અંકુર રાજ તિવારી, ઉમેન્દ્ર કુમાર વર્મા, સતીશ કુમાર, પૂર્વ ધારાસભ્ય નગીના, છોટે સિંહ ચૌહાણ બસપા, રંજન કુમાર ચૌધરી બસપા, મીના કુમારી હરદોઈ ઉમેદવાર બીએસપી, નીરજ કુમાર બસપા, સુશીલ ચૌધરી સહારનપુર કોંગ્રેસ, કુલદીપ ભાટી મેરઠ બસપા, મહેશ તિવારી જાલૌન બ્રાહ્મણ નેતા, રોહિત સક્સેના આમ આદમી પાર્ટી, ગિરીશ અવસ્થી જાલૌન બસપા, રોહિત રવિ બિજનૌર કોંગ્રેસ, સંયોગિતા ચૌહાણ ભાજપમાં જાેડાયા છે. તેમને કેસરીયો ધારણ કર્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.