કોંગ્રેસ ભ્રષ્ટાચારનુ સમર્થન કરે છે, રાહુલ ગાંધી જામીન પર બહાર છે: સ્મૃતિ ઈરાની
નવીદિલ્હી,નેશનલ હેરાલ્ડ કેસ માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા છે. જેની સામે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કરી દેશભરમાં પ્રદર્શન કર્યા છે. કોંગ્રેસના આ આરોપો વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસના આરોપનો જવાબ આપ્યો છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે કોંગ્રેસ ભ્રષ્ટાચારને સમર્થન આપી રહી છે. રાહુલ ગાંધી જામીન પર બહાર છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ આજે ભ્રષ્ટાચારના સમર્થનમાં બહાર આવી છે. જેલમાંથી જામીન પર આવેલા લોકોએ તપાસ એજન્સી પર દબાણ લાવવા માટે દિલ્લીનો ઘેરાવ કરવાની જાહેરાત કરી છે.
કોંગ્રેસ શાસિત પ્રદેશના મંત્રીઓને દિલ્લી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. એજન્સી પર આ રીતે દબાણ લાવવાની કાર્યવાહીને તમે શું કહેશો ?કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, માત્ર ૭૫ ટકા હિસ્સો તેમનો હતો, બાકીનો હિસ્સો તેમની માતા, મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડીઝ જેવા નેતાઓ પાસે હતો.
૨૦૦૮માં આ કંપનીએ પોતાના પર ૯૦ કરોડનું દેવું લીધું હતું અને નક્કી કર્યું હતું કે હવે આ કંપની પ્રોપર્ટી બિઝનેસમાં ઉતરશે. ૨૦૧૦માં યંગ ઈન્ડિયા નામની કંપની ૫ લાખ રૂપિયાથી બની અને રાહુલ ગાંધી તેમાં ડાયરેક્ટર તરીકે જાેડાયા. ૧૯૩૦ માં એસોસિએટેડ જર્નલ લિમિટેડ નામની કંપનીની રચના કરવામાં આવી.
જેના પર હવે ગાંધી પરિવારનો કબજાે છે. તેમણે કહ્યું કે, આ અખબારના પ્રકાશન માટે શેરહોલ્ડિંગ માત્ર એક જ પરિવારને આપવામાં આવ્યું હતું અને તે એક જ પરિવારને આપવામાં આવ્યું હતું જેથી તેઓ પ્રકાશિત કરતા નથી પરંતુ રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, કંપની બનાવવામાં આવે છે સમાજની સેવા કરવા માટે, પરંતુ સમાજની સેવા માટે નહીં, કંપની માત્ર ગાંધી પરિવારની સેવા પુરતી જ સીમિત બની જાય છે. આજે, હું તપાસ એજન્સીઓ પર દબાણ ઊભુ કરનારાઓનુ દિલ્લી હાઈકોર્ટના ૨૦૧૯ના ચુકાદા ઉપર ધ્યાન દોરવા માંગુ છુ કે,એ ચુકાદામાં એક વાક્ય છે, ‘છય્ન્ પર રાહુલ અને સોનિયા ગાંધીની માલિકી ગેરકાયદેસર રીતે લેવાનો પ્રયાસ છે.
‘ પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, સત્ય રાહુલ ગાંધીનું છે. આગ્રહ પણ રાહુલ ગાંધીનો છે. અને રાહુલ ગાંધીનું સત્ય શું છે, તે દિલ્લી હાઈકોર્ટના આ ચુકાદા પર મેં આજે જે કહ્યું તેનાથી સ્થાપિત થાય છે.કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએએ કહ્યું, રાહુલ ગાંધીના આહ્વાન પર આજે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો જે કાંઈ કરી રહ્યા છે, તે બાબતે હું દેશને કહેવા માંગુ છું કે આ લોકશાહી બચાવવાનો પ્રયાસ નથી, પરંતુ ગાંધી પરિવારની ૨૦૦૦ કરોડની સંપત્તિ બચાવવાનો પ્રયાસ છે.hs2kp