કોંગ્રેસ મંગળવારથી યુપીમાં રાજ્યવ્યાપી આંદોલન કરશે
યુપીમાં ૨૦૨૨ પૂર્વે માળખુ મજબુત કરવા માટે તૈયારી
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ સમગ્ર ઉત્તરપ્રદેશમાં સાયકલ યાત્રા કરીને પાર્ટીની સ્થિતી મજબુત કરવા તૈયાર
લખનૌ, ઉત્તરપ્રદેશ વિધાનસભાની પેટાચૂંટણી બાદ તમામ મોટા રાજકીય પક્ષો હવે આગામી વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીમાં લાગી ગયા છે. વર્ષ ૨૦૨૨માં ચૂંટઁણી યોજાનાર છે પરંતુ રાજકીય પક્ષો તેમના આધારને મજબુત કરવા અને લોકોમાં લોકપ્રિય થવા માટેના પ્રયાસમાં લાગી ગયા છે. આની તૈયારી કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સઅને અન્ય રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે. પેટાચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વિરોધ પક્ષો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને જુદા જુદા વિષય પર ઘેરવા લાગેલા છે.
ભારતીય જનતા પાર્ટીની નીતિઓની સામે કોંગ્રેસ પાર્ટી આવતીકાલે પાંચમી નવેમ્બરથી આંદોલન કરવા જઇ રહી છે. સમગ્ર પ્રદેશમાં તે આંદોલન કરનાર છે. બીજી બાજુ અખિલેશ યાદવ પણ લોકોના મન જીતવા માટે સમગ્ર પ્રદેશમાં સાયકલ યાત્રા કરવા માટેની તૈયારીમાં છે. જા કે બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા આવા કોઇ કાર્યક્રમની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. જા કે માયાવતી હાલમાં Âટ્વટર પર સક્રિય થયેલા છે. ભારતીય જનતા પાર્ટી પણ પાછળ નથી.
તે વિપક્ષની ધારને કમજાર કરવામાં લાગેલી છે. કોંગ્રેસ અને સમાજાવાદી પાર્ટી તાજેતરમાં જ યોજાયેલી પેટાચૂંટણીના પરિણામને લઇને કેટલાક અંશે સંતુષ્ટ છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી ગુમાવી દેવામાં આવેલી દરેક સીટ પર મંથન કરીને પાર્ટીની Âસ્થતીને મજબુત કરવા માટે તૈયાર છે. યોગી આદિત્યનાથ, માયાવતી, અખિલેશ યાદવ અને પ્રિયંકા સહિતના તમામ મોટા નેતા સોશિયલ મિડિયા પર જારદાર રીતે સક્રિય છે. સોશિયલ મિડિયા મારફતે યોગી સરકારના પ્રધાનો અને ભારતીય જનતા પાર્ટીના ટોપ નેતાઓ અને કાર્યકરો સરકારની સિદ્ધીઓની વાત લોકો સુધી પહોંચાડી દેવાના પ્રયાસ કરી રહ્યા છે.
અખિલેશ, માયાવતી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા વાઢેરા કોઇને કોઇ મુદ્દા પર સરકારને દરરોજ મુશ્કેલીમાં મુકવાના પ્રયાસ કરી રહ્યા છે. અર્થવ્યવસ્થાની ખરાબ હાલત સહિત શ્રેણીબદ્ધ મુદ્દાને લઇને કોંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં પ્રદેશ વ્યાપી આંદોલન કરવાના મુડમાં છે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુએ કહ્યુ છે કે દેશની આર્થિક Âસ્થતી ખરાબ થયેલી છે. સાથે સાથે કોંગ્રેસ પાર્ટી લોકોના હિત માટે પાંચમી નવેમ્બરથી આંદોલન કરવા જઇ રહી છે. આંદોલનના ભાગરૂપે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ભાજપની નીતિઓના કારણે આવેલી મંદી સામેના વિરોધમાં માર્ગો પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરનાર છે.
પાંચમી નવેમ્બરના દિવસે તમામ જિલ્લામાં કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષો કાર્યક્રમોમાં ભાગ લેશે. છ અને સાતમી નવેમ્બરના દિવસે પત્રો વિતરણ માટેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આઠમી અને નવમી નવેમ્બરના દિવસે નુક્કડ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. ૧૦મી નવેમ્બરના દિવસે જિલ્લાના મુખ્ય બજારોમાં વાંસણ બજાવીને કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવનાર છે. ૧૧મી નવેમ્બરના દિવસે મોંઘી શિક્ષા, શિક્ષણના ખાનગીકરણ અને બેરોજગારીના મુદ્દા પર વાતચીત કરવામાં આવનાર છે.૧૨ અને ૧૩મી નવેમ્બરના દિવસે પણ કોંગ્રેસના કાર્યક્રમો થનાર છે.