કોંગ્રેસ મહામંત્રી તેમજ 100 જેટલા કાર્યકરો “આપ”મા જોડાયા
કેશોદના મેસવાણ ખાતે પ્રવીણભાઈ રામ અને પરેશભાઈ ગોસ્વામીની આગેવાનીમાં યોજાયેલા જન સવાંદ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જન મેદની ઉમટી પડી
હજારોની સંખ્યામાં હાજર તમામ લોકોએ સામેથી પાર્ટીમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરતા પાર્ટીના આગેવાનો સામે ચાલીને લોકો જ્યાં બેઠા હતા ત્યાં ખેસ પેરાવા ગયા
AAP ગુજરાતમાં દિવસેને દિવસે સક્રિય બની રહી છે , હાલ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની તમામ વિધાનસભાઓમાં જન સવાંદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે , જેમના ભાગરૂપે કેશોદ વિધાનસભામાં મેસવાણ ખાતે પ્રવીણભાઈ રામ અને પરેશભાઈ ગોસ્વામીની આગેવાનીમાં જન સવાંદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું , આ તકે જિલ્લા પ્રમુખ અતુલભાઈ સેખડા, હમીરભાઇ રામ, ભાવેશભાઈ કાતરીયા,સુરેશભાઈ મકવાણા,પ્રવીણભાઈ પટેલ,બાલુભાઈ પરમાર,કિશોરભાઈ કોટેચા સહિત અન્ય જવાબદાર હોદેદારો હાજર રહ્યા હતા
આ જન સવાંદ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી આ તકે દિલીપભાઈ અને અતુલભાઈ સેખડાએ પોતાની વાત રજૂ કરી હતી અને ત્યારબાદ પ્રખર ખગોળશાસ્ત્રી પરેશભાઈ ગોસ્વામીએ પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી હતી અને ખેતીવિષયક મહત્વની અનેક માહિતી આપી હતી અને પ્રવીણભાઈ રામે જનતા સાથે સવાંદ કર્યો હતો, શિક્ષણ,આરોગ્ય અને સરકારની સુવિધાઓથી જનતા ખુશ છે કે નહિ એવું એમના દ્વારા જનતાને પૂછાતા હાજર તમામ જનતાએ સરકારની કામગીરીથી ખુશ નથી એવી વાત કરી હતી , ત્યારબાદ પ્રવીણભાઈ રામે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને લોકોને પરિવર્તન તરફ આગળ વધવા હાંકલ કરી હતી
આ પ્રોગ્રામમાં કેશોદ કોંગ્રેસના મહામંત્રી ચંદુભાઈ ધોડાસરા તેમજ કોંગ્રેસના બીજા 100 કાર્યકરો, મેસવાણ ઉપસરપંચ,પંચાયતના 2 પૂર્વ સભ્ય, ગૌશાળાના પ્રમુખ સહિત અન્ય જવાબદાર લોકોએ પ્રવીણભાઈ રામ અને પરેશભાઈ ગોસ્વામી હસ્તક આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો અને પાર્ટીની વિચારધારા સાથે જોડાયા હતા
વધુમાં આ પ્રોગ્રામમાં એક ઘટના એવી બની હતી કે વિશાળ સંખ્યામાં હાજર તમામ લોકોએ પાર્ટીમાં જોડાવાની ઈચ્છા વ્યકત કરતા પ્રવીણભાઈ રામ,પરેશભાઈ ગોસ્વામી અને હાજર પાર્ટીના તમામ જવાબદાર હોદેદારો સામે ચાલીને લોકો જ્યાં બેઠા હતા ત્યાં જઈને પાર્ટીનો ખેસ પરાવી હાજર તમામ લોકોનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું