કોંગ્રેસ સીધી કે આડકતરી રીતે કોરોના વોરિયર્સની નિંદા કરે છે : ભરત પંડ્યા
કોરોનાની પરિસ્થિતિમાં કોઈના પણ વિરુદ્ધ જૂઠા આક્ષેપો કરવાં સહેલા છે, પરંતુ કામ કરવું અને જનસેવા કરવી એ અઘરું હોય છે. : ભરત પંડ્યા
કોંગ્રેસ સેવા-કાર્ય કરતી નથી એટલે કોઈપણ મુદ્દે વિવાદ ઉભો કરીને બેબૂનિયાદ આક્ષેપ કરવાનું કામ કરી રહી છે.
કોંગ્રેસ non-issue ને Issue બનાવવાં નિષ્ફળ પ્રયાસ કરી રહી છે. : ભરત પંડ્યા
ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિમાં કોઈના પણ વિરુદ્ધ બોલવું કે જૂઠા આક્ષેપો કરવાં સહેલા છે. ખરેખર તો કામ કરવું , સારું કરવું અને જનસેવા કરવી એ અઘરું હોય છે.
કોંગ્રેસ સેવા-કાર્ય કરતી નથી એટલે કોઈપણ મુદ્દે વિવાદ ઉભો કરીને બેબૂનિયાદ આક્ષેપ કરવાનું કામ કરી રહી છે. કોંગ્રેસ non-issue ને Issue બનાવવાં નિષ્ફળ પ્રયાસ કરી રહી છે. દેશનાં કોઈપણ રાજ્યમાં N-95 માસ્ક 150 થી 250 રૂ|. મળે છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીની રાજ્ય સરકારે N-95 માસ્કની કિંમત 65 રૂ. નક્કી કરીને બધાં લોકોને મળી શકે તે માટે અમૂલ પાર્લર દ્વારા વ્યવસ્થા ગોઠવી છે.એક બાજુ માસ્કમાં કાળા બજાર થાય છે, તેવાં કોંગ્રેસ આક્ષેપો કરી રહી છે, ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે N-95 માસ્ક ના ૬૫ રૂ. ફિક્સ કર્યા ત્યારે તેનો વિરોધ કરી રહી છે.
કોંગ્રેસ બે મોઢાની વાત કરી રહી છે, શું કોંગ્રેસ આ પ્રકારનો વિવાદ-વિરોધ કરીને શું કાળાબજારીઓને પ્રોત્સાહિત કરવા માંગે છે.??કોંગ્રેસે આ પ્રકારની રાજનીતિ બંધ કરવી જોઈએ. ફેઈસકવર -માસ્ક સામાન્ય રીતે ૩ પ્રકારનાં હોય છે. મેડીકલ-પેરામેડીકલ માટે N95નાં 65 રુા.નો માસ્ક, થ્રી લેયર માસ્ક 5 રુા.નો માસ્ક અને રુમાલ, ઘુમચો કે કપડું પણ મોં-નાકને ઢાંકી શકાય છે. કોંગ્રેસ પાણીમાંથી પોરા કાઢવાનો પ્રયાસ કરીને તેનો વિવાદ-વિરોધ કરે છે.
કોંગ્રેસ સિવિલ હોસ્પિટલનાં કોરોના વોરીયર્સ સામે સીધો કે આડકતરો આક્ષેપ કરીને હતાશાનું વાતાવરણ ઊભું કરવાં માંગે છે.સિવિલમાં ડોકટર્સ, નર્સ, પેરામેડીકલ, થી માંડીને સફાઈ કામદારો સુધીનો સ્ટાફ પોતાનો જાન જોખમમાં મુકીને કોરોના દર્દીની સારવાર કરી રહ્યાં છે. કેટલાંક તો તેમનાં પરીવારને પણ મળી શકતાં નથી. અને કેટલાંકને પોતાને કોરોના પોઝીટીવ આવ્યો હોવાં છતાંય ભયભીત થતાં નથી. આવાં કોરેના વોરીયર્સને પ્રોત્સાહિત કરવાંને બદલે કોંગ્રેસ તેમને હતોત્સાહ કરવાનું કામ કરીરહી છે. તે યોગ્ય નથી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ આગેવાનીમાં ચાલતી રાજ્ય સરકારે લાખો કરોડો રૂ. ની યોજનાઓ ,સહાય પેકેજ કરોડો લોકો સુધી સીધેસીધાં તેમનાં ખાતામાં રુપિયા જમા કરીને પહોંચાડી રહી છે. કોંગ્રેસનાં ભ્રષ્ટ અને કુશાસનમાં લાભાર્થીઓ અને વિકાસનાં 85% નીચે સુધી પહોંચતાં જ ન હતાં. તે જનતા જાણે છે.
આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ પૈકી કેટલીક યોજનાઓનો શ્રી ભરત પંડ્યા એ ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે જયારે ભાજપનાં શાસનમાં પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ હેઠળ ગુજરાતનાં ૪૭,૮૧,૪૨૬ ખેડૂત લાભાર્થીઓને સીધે સીધાં ૨૦૦૦ રૂ. જમા કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં વિવિધ સહાય પેકેજ હેઠળ વિવિધ યોજનાઓ દ્વારા ૩૫,૧૯,૯૦૪ ખેડુતોને ૨૪૯૦ કરોડ રૂ. ચૂકવવામાં આવ્યા, હજુ ટેકાનાં ભાવે ખરીદી ચાલૂ છે. ગુજરાતનાં ૮૦% લોકોને વિનમૂલ્યે અનાજ પહોંચાડવાનું ભગીરથ કામ રાજ્ય સરકારે કર્યું છે.
કેન્દ્ર દ્વારા રાજ્યની ૭૪ લાખ મહિલાઓનાં બેંક ખાતામાં સીધા ૫૦૦ રૂ. જમા કરવાનો નિર્ણય હોય કે ૨૮ લાખ મહિલાઓને ઉજ્જવલા યોજના દ્વારા ૩ મહિના સુધી મફ્તમાં ગેસ સિલિન્ડર આપવાની યોજના હોય. ૬૮.૮૦ લાખ શ્રમિકોને કુંટુંબોને કુંટુંબ દીઠ રૂ. ૧૦૦૦ DBT દ્વારા તેમનાં સીધે સીધાં બેંક ખાતામાં જમા કરાવીને ૬૮૮ કરોડનું આર્થિક ભારણ ઉઠાવવાનો નિર્ણય લીધો છે. આંગણવાડીનાં ૧૫.૭૦ લાખ બાળકો અને શાળાંના ૫૧.૭૨ લાખ વિદ્યાર્થીઓને મધ્યાન ભોજન સહાયના પૈસા રૂ. ૬૨.૧૦ કરોડ આપવામાં આવ્યા. આદિજાતિ એસ.ટી, એસ.સી હોસ્ટેલ, છાત્રાલયોનાં ૨,૦૭૮૩૬ વિદ્યાર્થીઓને પણ ૧૫૦૦-૧૫૦૦ રુા. લેખે કુલ ૩૧.૧૮ રૂ. કરોડ આપવામાં આવશે..
ગૌ શાળા અને પાંજળાપોર માટે ૪.૫ લાખ ગાયોના નિભાવ માટે પશુદીઠ પ્રતિદિન રૂ. ૨૫ ની સહાય ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આરોગ્યલક્ષી સુવિધાઓમાં કોરોનાની પરિસ્થિતિમાં અને આયુષ્માન કાર્ડ દ્વારા વિના મૂલ્યે લોકોની સારવાર થઈ રહી છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી ની સરકારે આ પ્રકારનાં અનેક જનહિત , જનકલ્યાણ અને જનસુવિધાનાં પારદર્શક નિર્ણયો-યોજનાઓ-સહાય-પગલાંઓ લીધાં છે. ત્યારે કોંગ્રેસ સરકાર સામે અપ પ્રચાર અને જુઠા આક્ષેપ કરવાનું બંધ કરે. તેમ શ્રી ભરત પંડયા એ અંતમાં જણાવ્યું હતું.