કોંગ્રેસ હાઇકમાન્ડે સિદ્ધુને મળવા માટે સમય જ ન આપ્યો
નવીદિલ્હી, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેતસિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી અમરિંદર સિંહ વચ્ચે વર્ચસ્વની લડાઈ ચરમસીમાએ પહોચી ગઈ છે. આ લડાઈનો પહેલો પાસો તો નવજાેત સિંહ સિદ્ધુ જીતી ચુક્યા છે. પરંતુ હવે કેપ્ટન અમરિંદર સિંહ તેમના પર ભારે પડી રહ્યા છે. જેના કારણે સિદ્ધુની મુશ્કેલીઓ હવે વધી રહી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર સિદ્ધુ દિલ્હીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધીને મળવા પહોચ્યા હતા. પરંતુ તેમણે સિદ્ધુને મળવા માટે સમય જ ન આપ્યો જેના કારણે તેઓ વિલા મોઢા પરત ફર્યા હતા.
આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને સિદ્ધુ વચ્ચેનો વિવાદ સમાપ્ત થવાનું નામજ નથી લઈ રહ્યો. બંને વચ્ચે સમાધાન કરવા માટે પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત ચંદીગઢ પહોચ્યા હતા. જ્યા તેઓ બંન્નેને આમને સામને બેસાડીને સમાધાન કરાવા માગતા હતા. પરંતુ સિદ્ધુ તેમને મળ્યા વગર સીધા દિલ્હી પહોચી ગયા હતા. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતની અવગણના કરી તે તેમને ભારે પડી રહી છે. આજ કારણોસર ગાંધી પરિવારે તેમને નથી મળ્યો. સાથેજ એવી માહિતી પણ સામે આવી છે કે સિદ્ધુએ જે રીતે હરીશ રાવતની અવગણના કરી તેને લઈને હાઈકમાન્ડ તેમનાથી નારાજ છે.
ઉલ્લેખનીય છે કે હાઈકમાન્ડે મુલાકાત ન આપી જેના કારણે સિદ્ધુ પણ નારાજ જાેવા મળી રહ્યા છે. કારણકે તેઓ દિલ્હીથી પરત આવ્યા બાદ ચંદીગઢ કોંગ્રેસ ભવન ન ગયા અને સિધા તેમના ઘર પટિયાલા જતા રહ્યા હતા.HS