Western Times News

Gujarati News

કોઇપણ મહિલા જીવનમાં એક જ વાર સેરોગેટ મધર બની શકશે

અમદાવાદ, વર્તમાન સમયમાં વધી રહેલા સેરોગેસી માતાના ચલણના મામલે હવે સરકારે કડક કાયદો અમલમાં મૂક્યો છે. જાે તમે સેરોગેસી માતા બનવા માગો છો તો પહેલાં એકવાર આ નવા કાયદા વિશે જાણી લો. હવેથી કોઇપણ મહિલા જીવનમાં એક જ વાર સેરોગેટ મધર બની શકશે.

જે મહિલા પરિણીત હોય, બાળકો હોય તે જ અન્ય સ્ત્રીને સેરોગેટ માતા બનવામાં મદદ કરી શકશે. આ માટે તે રૂપિયા પણ ન લઇ શકે અને આવી માતાનો ૩૬ મહિનાનો વીમો લેવો પણ ફરજિયાત કરી દેવાયો છે. આજથી જ આ નવો સેરોગેસી રેગ્યુલેશન એક્ટ અમલમાં આવી ગયો છે.

જાે નિયમોનું ભંગ થાય તો ૧૦ લાખનો દંડ અને ૧૦ વર્ષની સજાની જાેગવાઈ કરવામાં આવી છે. આ અગાઉ ભારતમાં સેરોગેસી મામલે કોઈ નિયમ ન હતાં. જે દંપતીને અન્યની કૂખમાંથી બાળક લેવું હોય તો સરળતાથી લઈ શકતા હતા અને તેનો ચાર્જ ચૂકવી દેતા હતા. પણ આ ચલણ હાલ ખુબ જ વધી ગયું છે, ત્યારે તેની સામે સરકારે કડક નિયમો બનાવી દીધા છે.

સરકારે બનાવેલા નવા નિયનોને એક વાર સમજી લેવાની જરૂર છે. કેમ કે, જાે નિયમનો ભંગ થશે તો કડક સજા ભોગવવી પડશે. જ્યારે તમામ પ્રયાસો અને સારવાર છતા કેટલીક મહિલાઓ ગર્ભધારણ કરી શક્તી નથી, તો સેરોગસી એક સારો ઓપ્શન બની રહે છે. આવા સમયે સેરોગસીની મદદ લેવાય છે.

હાઈ બ્લડપ્રેશર, હાર્ટ પ્રોબ્લમ કે અન્ય ગંભીર પ્રકારની જેનેટિક સ્વાસ્થ્યની સમસ્યાઓમાં અનેકવાર ડોક્ટર સેરોગસી કરાવવાની સલાહ આપે છે. પરંતુ સેરોગસી હવે વધુમાં વધુ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આવામા તેનુ કોમર્શિયલાઈઝેશન થઈ રહ્યુ છે.

પરંતુ કાયદો લાવવાનો હેતુ એ છે કે, જરૂરિયાતમંદ દંપતીઓને સંતાન સુખ મળી શકે. તેમજ તેના દ્વારા મહિલાઓના શોષણ પર પ્રતિબંધ લગાવી શકાય. ગર્ભાશય સાથે જાેડાયેલ સેરોગસી બિલ ૨૦૨૧ પાસ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ કાયદાને મંજૂરી આપી દીધી છે.

આ કાયદાને માન્યતા મળતા જ તેના કમર્શિયલાઈઝેશન પર પ્રતિબંધ મૂકાશે. અનેક ગાયનોકોલિજસ્ટ ડોક્ટર પણ માને છે કે, સેરોગસી હવે બિઝનેસ બની ચૂક્યો છે. લોકો તેનો બેરોકટોક ફાયદો ઉઠાવતા થયા છે. જે શહેરોમાં ગાયનેકોલોજિસ્ટ એક્સપર્ટસ છે ત્યા તેનો ધીકતો ધંધો ચાલે છે. આ માટે અનેક ગ્રૂપ કામ કરે છે. તેમાં ઈન્દોર, નાગરુપર અને ગુજરાતના અમદાવાદ, વડોદરા, ચેન્નઈ સહિત અનેક નાના શહેરોમા તે ગેરકાયદેસર વ્યવસાય બની ગયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.