કોઇ અમેરિકી જવાનનું મોત થયું નથી: ટ્રમ્પ
તહેરાન: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ૮૦ સૈનિકોને મોતને ઘાટ ઉતારવાના ઇરાનના દાવા ખોટા છે. ટ્રમ્પે કહ્યું છે કે, આ હુમલામાં કોઇપણ અમેરિકી સૈનિકનું મોત થયું નથી. બીજી બાજુ ઇરાને અમેરિકાને ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનો દાવો કર્યો છે. શુક્રવારના દિવસે ૧.૩૦ વાગે ઇરાનના બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિને પોતાના એમક્યુ-૯ રિપર ડ્રોન હુમલાથી મોતને ઘાટ ઉતારી દીધા બાદ આજે ઇરાને વહેલી પરોઢે જવાબી કાર્યવાહી કરી હતી અને વહેલી પરોઢે ૧.૩૦ વાગે મિસાઇલો ઝીંકી હતી. અમેરિકી હેલિકોપ્ટર અને સૈન્ય ચીજાને ફૂંકી મારવામાં આવી હતી.
જા કે, અમેરિકાએ ઇરાની હુમલામાં કોઇપણ પ્રકારના નુકસાનની કોઇ વાત કરી નથી. બીજી બાજુ જર્મની, ડેન્માર્ક અને નોર્વેનું કહેવું છે કે, તેના એક પણ જવાનનું મોત થયું નથી. ઇરાકે પણ કહ્યું છે કે, તેની સેનાને કોઇ નુકસાન થયું નથી. ઇરાકમાં હાલ અમેરિકા અને ગઠબંધન સેનાના ૫૦૦૦થી વધુ જવાનો છે. ઇરાનની જવાબી કાર્યવાહીથી અમેરિકી તંત્ર હચમચી ઉઠ્યું છે. અમેરિકાએ જે સમયની પસંદગી હુમલા માટે કરી હતી તે સમય પર જ હુમલો કરવામાં આવ્યો છે.