કોઇ પણ ઉદ્યોગપતિ લાયસન્સ મેળવીને બેંક ખોલી દે એ ચિંતાજનક: રધુરામ
મુંબઇ, આરબીઆઇના મોટા કોર્પોરેટર ગ્રુપને બેન્કીંગ ક્ષેત્રમાં દાખલ થવાની મંજુરી આપવા માટેની યોજનાની અર્થશાસ્ત્રી રધુરામ રાજન અને વિરલ આચાર્યે ટીકા કરી છે.તેમણે કહ્યું કે આ યોજના ભયજનક છે કારણ કે આ પગલાથી બિઝનેસ હાઉસીસમાં રાજકીય પ્રભુત્વમાં વધારો થશે.
તેમણે એક નિવેદનમાં કહ્યું કે અત્યારની બનળી અર્થવ્યવસ્થાના સમયમાં ભારતે આ પ્રયોગ ન કરવો જાેઇએ સૌથી મહત્વનું કારણ એ છે કે બિઝનેસ હાઉસને પોતાને સતત ફાઇનાન્સની જરૂર હોય છે તેનો અર્થ એ થયો કે બેંક તેના ડિપોઝીટરના નાણાં પોતાના જ ધંધામાં રોકશે આ ધંધામાં ખોટ જાય તો તમામ રોકાણકારોના રૂપિયા અટવાઇ જાય.૨૦ નવેમ્બરે આરબીઆઇની ઇન્ટર્નલ વર્કિગ ગ્રુપે બેંકી માલિકી મેળવવા માટેની ગાઇડલાઇન્સની તપાસ કરીને તેનો અહેવાલ જાહેર કર્યો હતો તેના ઔદ્યોગિક જુથો કેવી રીતે બેકીંગ સેકટરમાં પ્રવેશી શકે તે માટે સુચનો આપવામાં આવ્યા છે આ સુચનોને એસએન્ડપી ગ્લોબલ જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ જાેખમી ગણાવ્યા છે.
રાજન અને આચાર્યે લખ્યું છે કે આ કયાં બિઝનેસ ગ્રુપ બેન્કિંગ સેકટરમાં આવી શકે તે માટે એક સ્વતંત્ર લાઇસન્સ વ્યવસ્થા ગોઠવી શકાય જાે કે આ વ્યવસ્થા કેટલી સ્વતંત્ર રહી શકે તેમાં સરકારની કેટલી દરમિયાનગીરી હોય અને તેમાં ભ્રષ્ટાચાર ન થાય તેની કેટલી ખાતરી છે તે નક્કી કરવું મુશ્કેલ છે આ પ્રકારની બિઝનેસ પોલિટિકલ લોબી દેશ માટે જાેખમી સાબિત થઇ શકે છે.
આરબીઆઇ પોતે નોંધે છે કે તેમની બેઠકના મોટાભાગના સભ્યો આ યોજનાના વિરોધમાં હતાં આમ છતાં તેમણે કમિટીની ફાઇનલ ભલામણ તરીકે આ સુચન મુકી દીધુ જે ખુબ વિચિત્ર વાત છે. અત્યારે એક તરફ જયારે ભારત આઇએલએફએસ અને યસ બેંકની નિષ્ફળતાનું સાક્ષી બન્યું છે ત્યારે આવી જાેખમી યોજના બનાવી એ દર્શાવે છે કે કદાચ સરકાર તેમના ખાનગીકરણના પ્રોગ્રામમાં સરકારી બેંકોના પ્રાઇવેટાઇઝેશનમાં વધુ ખાનગી ક્ષેત્રના ખેલાડીઓને પ્રવેશ આપવા માંગે છે.HS