કોઇ હિન્દુ ભારત વિરોધી હોઇ શકે નહીં: મોહન ભાગવન
નવીદિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સરસંધચાલક મોહન ભાગવતે કહ્યું કે જાે કોઇ હિન્દુ છે ત્યારે તે દેશભકત હશે અને આ તેની બુનિયાદી ચરિત્ર અને પ્રકૃતિ છે. સંધ પ્રમુખે મહાત્મા ગાંધીની તે ટીપ્પણીનો ઉલ્લેખ કરતા આ વાત કહી તેમાં તેમણે કહ્યું હતું કે તેમની દેશભક્તિની ઉત્પતિ તેમના ધર્મથી થઇ છે.
જે કે બજાજ અને એમ ડી શ્રીનિવાસ લેખિત પુસ્તક મેકિગ ઓફ એ હિન્જુ પૈટ્રિયટ બૈંકગ્રાઉડ ઓફ ગાંધીજી હિન્દુ સ્વરાજના લોકાર્પણ કરતા મોહન ભાગવતે આ વાત કહી ભાગવતે કહ્યું કે પુસ્તકના નામ અન મારા વિમોચન કરવાથી અટકળો લાગી શકે છે કે આ ગાંધીજીને પોતાના હિસાબથી પરિભાષિત કરવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે મહાપુરૂષોનો કોઇ પોતાના હિસાબથી પરિભાષિત કરી શકે નહીં.
તેમણે કહ્યું કે આ પુસ્તક વ્યાપક શોધ પર આધારિત છે અને જેથી તેનો વિભિન્ન મત છે તે પણ શોધ કરી લખી શકે છે સંધ પ્રમુખે કહ્યું કે ગાંધીજીએ કહ્યું હતું કે મારી દેશભક્તિ મારા ધર્મથી નિકળે છે હું પોતાના ધર્મને સમજી સારો દેશભકત બનીશ અને લોકોને પણ આમ કવાનું કહીશ ગાંધીજીએ કહ્યું હતું કે સ્વરાજને સમજવા માટે સ્વધર્મને સમજવું પડશે. સ્વધર્મ અને દેશભક્તિનો ઉલ્લેખ કરતાં સંધ પ્રમુખે કહ્યું કે હિન્દુ છે તો તેને દેશભક્ત થવું જ પડશે કારણ કે તેના મૂળમાં આ છે તે સુતો હોઇ શકે છે જેને જાગવું પડે પરંતુ કોઇ હિન્દુ ભારત વિરોધી હોઇ શકે નહીં તેમણે કહ્યું કે જયાં સુધી મનમાં એ ડર રહેશે કે તમારા હોવાથી મારા અસ્તિત્વને ખતરો છે અને તમને મારા હોવાથી મારા અસ્તિત્વ પર ખતરો લાગશે ત્યાં સુધી સોદો તો થઇ શકે છે પરંતુ આત્મીયતા નહીં.
ભાગવતે કહ્યું કે અલગ થવાનો મતલબ એ નથી કે અમે એક સમાજ એક ધરતીના પુત્ર બની રહી શકીએ નહીં તેમણે કહ્યું કે એકતામાં અનેકતા,અનેકતામાં એકતા નહીં આ ભારતનો મૂળ વિચાર છે. પુસ્તકમાં લેખે લિયો ટાલસ્ટોયનેલખેલ ગાંધીજીની વાતનો ઉલ્લેખ કર્યો છે જેમાં તેમણે ભારત પ્રત્યે પોતાના વધતા પ્રેમ અને તેનાત્થી જાેડાયેલ વાતોનો ઉલ્લેખ કર્યો છે બજાજે કહ્યું કે આ પુસ્તકમાં પોરબંદરથી ઇગ્લેન્ડ અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકાની ગાંધીજીની યાત્રા અને જીવનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.HS