કોઈની સાથે કોઈ તુલના કરી શકાય નહીં
કોઈપણ વ્યક્તિને પોતાની તુલના બીજાની સાથે થાય એ ગમતુ નથી ઃ આવી તુલના આખરે લોકોમાં સ્પર્ધાની ભાવના જગાડે છે અને ક્યારેક વિનાશ સર્જે છે
સમાજમાં કે તમારા પરિચિતોમાં કોઈ એકાદ વ્યક્તિ તો એવી મળી આવશે કે જરૂર કરતાં વધુ સારી હોય સ્વભાવે અત્યંત નરમ, ઉદાર અને સહનશીલ હોય, આવી વ્યક્તિ સમાજમાં ઘણાં એવા પ્રસંગોમાં આગળ પડતો હોય અને પોતાની જાત ઘસીને દરેક વ્યવહારો પૂરા કરતો હોય એટલે એ વ્યક્તિ સૌનો માનીતો ચોક્કસ હશે પણ આવી વ્યક્તિ બહાર મિત્ર મંડળમાં, સમાજમાં કે ઓફિસમાં ભલે પૂજાતી હોય, બધાં એને માનથી બોલાવતા હોય પણ ઘરમાં આવી વ્યક્તિની કોઈ કદર હોતી નથી.
આવી વ્યક્તિ પોતાના સ્વજનોના ભોગે બહારવાળાઓને ખુશ રાખતી હોય એટલે સ્વભાવિક છે કે, તે સૌની માનીતી હોય અને રહેવાની જ. પરંતુ જેમની તુલના સીધી તે વ્યક્તિ સાથે થતી હોય તેવા તેમના ભાઈ-બહેન, ભાભી, નણંદ કે દેરાણી જેઠાણી અથવા મિત્ર તેમજ સહકર્મચારીઓને પૂછશો તો તેમનો તે વ્યક્તિ સાથેનો સંબંધ કાયમ લવ- હેટનો હશે. જયાં એકબાજુ વ્યક્તિ પોતાની સારાઈના કારણે તેમને ગમતી પણ હશે. ત્યાં જ એ વ્યક્તિની સારાઈ તેમને પણ મજબૂર કરતી હોવાથી તેમને તે અત્યંત અળખામણી પણ લાગણી હશે. વળી કોઈપણ માણસને પોતાની તુલના બીજાની સાથે થાય એ ગમતુ નથી. આવી તુલના આખરે લોકોમાં સ્પર્ધાની ભાવના જગાડે છે જે કયારેક ને ક્યારેક કલેશ- કંકાસનું કારણ બનીને વિખવાદ, વિવાદ અને વિનાશ સર્જે છે.
વાસ્તવમાં જાવા જઈએ તો પ્રત્યેક વ્યક્તિ એક એકમ જેવી હોય છે તેથી પ્રત્યેકના સ્વભાવ અને સંજાગો પણ અલગ જ રહેવાના કોઈ એકને ફુટપટ્ટી બનાવીને બધાંને એના દ્વારા માપી શકાય નહિ. તથા કોઈ એકની ભલમનસાઈને નિયમ બનાવીને બધાં પર એ લાદી પણ શકાય નહિ. જેને જેટલુ ફાવતુ, પોશાતુ અને પરવડતુ હોય એ પ્રમાણે વર્તવાની છૂટ આપવી જ પડે. ઘરમાં કે પરિવારમાં અને સમાજ આખામાં શાંતિથી સાથે મળીને સંપીને રહેવાના કેટલાંક નિયમો હોઈ શકે, પરંતુ કોણે કેટલું ‘આઉટ ઓફ ધ વે’ જવુ છે, એનો નિર્ણય પ્રત્યેક વ્યકિતનો સ્વતંત્ર જ હોઈ શકે. એના માટે કોઈ નિતિ નિયમો બનાવી શકાય નહિ. જેમકે કોઈ લગ્નપ્રસંગ હોય તો એક જણ રૂ.પ૦૦નો ચાંદલો કરે તો બધાંએ રૂ.પ૦૦ જ ચાંદલો કરવો એવો ફતવો બહાર પાડી શકાય નહિ.
સમાજમાં દરેક વ્યક્તિએ જાગૃત રહવાની જરૂર છે. બલ્કે સજાગ વ્યક્તિ તો તેને કહેવાય જે કોઈપણ બાબતનો અતિરેક કરતાં પહેલાં વિચારે કે મારા આ વર્તનથી બીજાઓને તકલીફ તો નહીં પહોંચેને ? અહીં એક ઉદાહરણ જાઈએ. ઓફિસમાં એક વ્યક્તિ ટાઈમસર આવે અને તેમને સોંપવામાં આવેલ કામ પુરુ કરી નાંખે અને પછી બીજાના ટેબલ પર જાય અને તેને પણ કામમાં મદદ કરી આપે રાતે મોડે સુધી રોકાઈ બીજાના કામ પણ પોતે કરી નાંખતા, આખરે અન્ય વ્યક્તિઓના પગારમાં વધારો થયો પણ આ વ્યક્તિનો પગાર વધ્યો નહિ. બોલો કામ કરનાર વ્યક્તિનો પગાર વધે નહી અને કામ નહીં કરનારાનો પગાર વધે ? આ તે કેવો ન્યાય ? તેમની ભલમનસાઈનો લાભ બીજાને મલ્યો પણ પોતાને મલ્યો નહીં !
યાદ રાખો કયારેય કોઈપણ સ્પર્ધાને સાત્વિક અને સશક્ત બનાવવા બીજાની લીટી નાની કરવા કરતાં પોતાની લીટી લાંબી કરી દેવાનો વિચાર સારો છે પણ એમ કરવા જતા જા અન્યોને નુકસાન પહોંચતુ હોય તો સામાજિક હિતના સંદર્ભમાં એ પણ પાપ જ ગણાય ! આગળ જણાવ્યું કે પોતાની ભલમનસાઈનો લાભ બીજાઓએ ઉઠાવ્યો પણ તેની તરફે કોઈ આવ્યુ નહિ. આખરે તે ભાઈએ નોકરી છોડી બીજી જગ્યાએ નોકરીએ લાગ્યા ત્યાં તેઓ અગાઉની નોકરીની જેમ ટાઈમથી આવ્યા. સમય પૂરો થયો એટલે ઘેર જવા રવાના થતા આમ અહીં એક વર્ષમાં તેમનો પગાર બમણો થયો. જયારે હવે સામેથી અગાઉની નોકરીમાં તેમને ફરીથી નોકરી માટે બોલાવી રહયા છે અને આમ ભાઈને ફરીથી નોકરી બોલાવવાનું કારણ તેમની કામગીરીની હતી !