કોઈપણ જાહેરાત વગર ૨૪ કલાકમાં શિક્ષકોની ભરતી: મહીસાગરમાં ભરતીમાં ભ્રષ્ટાચાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/TEACHER.jpeg)
ક્વોલિફાઇડ ઉમેદવારો ભરતી પ્રક્રિયાની બહાર રહી ગયા અને ઓળખીતાઓના નંબર લાગ્યા હોવાના આરોપ
મહીસાગર, રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે સરકારી અને અનુદાનિત શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ નિયમિત શિક્ષકથી ભરાય નહીં ત્યાં સુધી શાળામાં ઘટ પડેલા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે હેતુથી પ્રવાસી શિક્ષકોની યોજનાને વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૩ સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે.
પણ મહીસાગર જિલ્લામાં આ યોજના અંતર્ગત પ્રવાસી શિક્ષકોની ભરતી સામે સવાલો ઉભા થયા છે. મહીસાગર જિલ્લામાં ૩૧૭ જેટલા પ્રવાસી શિક્ષકોની ભરતી પ્રક્રિયા ૨૪ કલાકમાં પૂર્ણ કરી દેવાઈ છે. આરોપો લાગ્યા છે કે આ ભરતીમાં કોઈ પણ જાહેરાત વગર ભરતી કરવામાં આવી જેન કારણે ટેટ-ટાટ ઉમેદવારો તેમજ ક્વોલિફાઇડ ઉમેદવારો ભરતી પ્રક્રિયાની બહાર રહી ગયા અને ઓળખીતાઓના નંબર લાગ્યા હોવાના આરોપ ઉમેદવાર લગાવી રહ્યા છે.
મહીસાગર જિલ્લામાં આવેલી શાળાઓમાં ભરતી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવા જીલ્લા કક્ષાએથી સૂચન બાદ તાલુકા કક્ષાએથી અંદાજે ૩૧૭ પ્રવાસી શિક્ષકોની ૨૪ કલાકમાં જ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેતા શિક્ષિત બેરોજગાર યુવા વર્ગમાં ભારે રોષ ફેલાયો છે અને જિલ્લામાં વગર જાહેરાતે ખોટી રીતે થયેલ ભરતી પ્રક્રિયા રદ્દ કરી વિસ્તૃત જાહેરાત આપી ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે.
રાજયના શિક્ષણવિભાગ કમિશ્નર શાળાઓની કચેરીના પત્ર દ્વારા ૨૨ જૂનના રોજ કરેલ પત્રના સંદર્ભે મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ૨૮ જૂન ૨૦૨ના રોજ જિલ્લાની બિન સરકારી, ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓના આચાર્યોને પત્ર લખી ૩૦ જૂન સુધી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા પત્ર લખ્યો હતો.
અને ૨૪ કલાકના ટૂંકાગાળામાં ધોરણ-૬ થી ધોરણ-૮માં ૨૨૨ શિક્ષકો અને ધોરણ-૧ થી ધોરણ-૫માં ૯૫ શિક્ષકોની ઓળખીતા- પાળખીતાઓની ભરતી કરવામાં આવતા બેરોજગારમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે.આ બાબતે પ્રવાસી શિક્ષક તરીકે નિમણૂક મેળવવા અરજી કરનાર ગુલાબસિંહ નામના ઉમેદવારે જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયા માત્ર ૨૪ કલાકમાં પૂર્ણ કરી દેવામાં આવી તેના કારણે તેની પારદર્શિતા પર સવાલ ઉભા થઇ રહ્યાં છે.
માત્ર ગણતરીના કલાકોમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેતા અને તેની કોઈપણ પ્રકારની જાહેરાત ન કરતા વાલા-દવલાની નીતિ કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે જાેવા મળી રહ્યું છે. આ ભરતીમાં ટેટ-ટાટ પાસ કરેલ ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે મેં ટેટ-૧ પરીક્ષા પાસ કરી છે છતાં જાહેરાત કરી હોવાના કારણે માત્ર પીટીસી કરેલા ઉમેદવારને નિમણૂક મળી છે.SS3KP