કોઈ ઑક્સિજન સપ્લાઈ રોકશે તો અમે કોઇને નહીં છોડીએ: દિલ્હી હાઇકોર્ટ

નવીદિલ્હી: દિલ્હીમાં ઑક્સિજનની અછતના કારણે સતત થઇ રહેલા મોતને લઇને મહામારીની ગંભીરતા વધતી જઇ રહી છે. આને ધ્યાને રાખીને દિલ્હી હાઈકોર્ટ પણ સતત સરકારને આ મામલે સવાલ પૂછી રહી છે. હવે દિલ્હી હાઈકોર્ટમાં ઑક્સિજન સંકટના કેસ પર થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે હોસ્પિટલોમાં ઑક્સિજનની અછત પર નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ દિલ્હી સરકારને પૂછ્યું કે, દિલ્હીના લોકોને સમયસર ઑક્સિજન મળી, તેના માટે સરકાર પોતાનો પ્લાન્ટ કેમ નથી લગાવતી. ત્યારે, કોર્ટે કેન્દ્ર પાસેથી પણ આ માહિતી માંગી કે દિલ્હીને કેટલું ઑક્સિજન મળશે અને કેવી રીતે આવશે, આ અંગે જણાવો.
દિલ્હીના લોકોને ઑક્સિજન ન મળવા પર હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, આ એક ગુનાકિય સ્થિતિ છે. જાે કોઇ ઓક્સિજન સપ્લાય રોકે છે તો અમે તેમને નહીં છોડીએ. કોર્ટ ઑક્સિજનને લઇને ઉઠાવવામાં આવી રહેલા ર્નિણયોથી સંતુષ્ટ નથી. આ મામલે અમે કોઇને પણ નહીં છોડીએ, પછી તે નીચેનો અધિકારી હોય કે મોટો અધિકારી. લોકોને ઑક્સિજન સપ્લાઈ કરવાના કેસમાં કેન્દ્ર સરકારને હજુ પણ કડક પગલા ભરવાની જરૂરિયાત છે. જીવન મૌલિક અધિકાર છે.
કોર્ટમાં મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ વિપિન સાંઘીએ કહ્યું કે, અમે કેટલાક દિવસોથી સુનાવણી કરી રહ્યા છીએ. રોજ એક જ તરફની વાત સાંભળવા મળી રહી છે. સમાચારો અને ચેનોલમાં જણાવવામાં આવી રહ્યું છે કે પરિસ્થિતિ ગંભીર છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, તેઓ જણાવે કે દિલ્હીને કેટલું ઑક્સિજન મળશે અને કેવી રીતે. આના પર કેન્દ્ર સરકારના વકિલે કહ્યું કે, અમારા અધિકારી ૨૪ કલાક કામ કરી રહ્યા છે. રાજ્યો સાથે વાત કરી રહ્યા છે, અમે રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ. કેન્દ્રએ દિલ્હી હાઈકોર્ટને ચેતવી છે. કહ્યું કે, આવનારા દિવસોમાં સ્થિતિ વધુ બગડી શકે છે, આપણે તૈયાર રહેવું પડશે.
ઑક્સિજન સંકટને લઇને સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારના ઉપાયો પર પણ નારાજગી વ્યક્ત કરી. કોર્ટે કહ્યું કે, ઑક્સિજનને લઇને દિલ્હીની આ રોજની પરિસ્થિતિ થઇ ગઇ છે. કોર્ટે કહ્યું કે, સરકાર ખુદ ઑક્સિજન પ્લાન્ટ કેમ નથી લગાવી રહી, જેથી લોકોને સમયસર ઑક્સિજન મળી શકે. આના પર વકિલ અગ્રવાલે કહ્યું કે, ૨ હોસ્પિટલોમાં ૩૦૬ દર્દી છે, જ્યાં ઑક્સિજનની પણ અછત છે. અમે હોસ્પિટલોથી દર્દીઓને ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ, કેટલાક દર્દીઓને ડિસ્ચાર્જ કરી ચૂકાયા છે.