Western Times News

Gujarati News

કોઈ ખેલાડીને વર્લ્ડ કપ જીતવાથી ન મુલવાય: શાસ્ત્રી

મસ્કત , ટીમ ઈન્ડિયાના હેડકોચ પદેથી હટ્યા પછી રવિ શાસ્ત્રી હવે ઓમાનમાં ચાલી રહેલી લેજન્ડ ક્રિકેટ લીગના કમિશ્નર છે. ટૂર્નામેન્ટ દરમિયાન ઘણાં પત્રકારોએ તેમની ભારતીય ટીમ પર સવાલ કરી રહ્યા છે, આ સાથે વિરાટની કેપ્ટનશિપ પર થતા વિવાદ અંગે સવાલ કરી રહ્યા છે, જેના શાસ્ત્રી સીધા-સટ્ટ જવાબ આપી રહ્યા છે. પોતાના કોચિંગ કાર્યકાળ દરમિયાન વર્લ્‌ડકપ ના જીતવા મુદ્દે તેમણે સીધો અને તીખો જવાબ આપ્યો હતો.

શાસ્ત્રીએ કહ્યું, મને જણાવો કે કઈ ટીમ સતત આટલું સારું રમી શકી છે. ઘણાં મોટા પ્લેયર્સ વર્લ્‌ડકપ નથી જીતી શક્યા. ગાંગુલી, દ્રવિડ, કુંબલે, લક્ષ્મણ, રોહિત શર્મા ક્યારેય વર્લ્‌ડકપ જીતી શક્યા નથી. એનો મતલબ એ નથી કે બધા પ્લેયર્સ ખરાબ છે. તમે મેદાનમાં જઈને તમારી રમત બતાવો છો.

ભારતમાં માત્ર બે જ વર્લ્‌ડકપ વિનિંગ કેપ્ટન બન્યા છે. ત્યાં સુધી કે સચિન તેન્ડુલકર પણ પોતાનો વર્લ્‌ડકપ છઠ્ઠીવારમાં જીત્યા હતા. માટે કોઈને વર્લ્‌ડકપથી ના આંકવા જાેઈએ. થોડા દિવસ પહેલા શાસ્ત્રીએ આપેલા એક સવાલના જવાબથી સનસનાટી મચી ગઈ હતી, જ્યારે તેમણે કોઈનું નામ લીધા વગર કહ્યું હતું કે વિરાટ કોહલીની સફલતા કેટલાક લોકો હજમ નથી કરી શકતા. નિશ્ચિત રીતે તેમનો એ ઈશારો બીસીસીઆઈના મોટા અધિકારીઓ પર હતો.

તેમણે આગળ કહ્યું કે, વિરાટ ટેસ્ટ ક્રિકેટમાં ઓછામાં ઓછા બે વર્ષ હજુ કેપ્ટન રહી શક્યા હતા. તેઓ હાલ આ ફોર્મેટના સૌથી સફળ ભારતીય કેપ્ટન છે. આગામી બે વર્ષમાં ભારતમાં ઘણી ડોમેસ્ટિક સીરિઝ રમાવાની છે, એવામાં ૬૦-૪૦ જીતનો રેકોર્ડ ૫૦-૬૦ જીતનો થઈ જતો, પરંતુ કેટલાક લોકોને આ વાત હજમ નહોતી થતી.

ભારત માટે ૮૦ ટેસ્ટ, ૧૫૦ વનડે રમનારા રવિ શાસ્ત્રી ૧૯૮૩ના વલ્ડકપની ટીમના મહત્વના ખેલાડી હતી. છ બોલમાં છ છગ્ગા લગાવી ચુકેલા આ દિગ્ગજ ખેલાડીએ એક મેચમાં ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી હતી. ક્રિકેટ કોચ બનતા પહેલા તેઓ એક ઉત્તમ કોમેન્ટેટર હતા. યુવરાજસિંહના છ બોલમાં છ છગ્ગાથી લઈને એમએસ ધોનીના વર્લ્‌ડકપ વિનિંગ સિક્સ દરમિયાન બેગ્રાઉન્ડમાં તેમનો અવાજ આજે પણ રુવાડા ઉભા કરી દે તેવો છે.

શાસ્ત્રીના કાર્યકાળમાં ટીમ ટેસ્ટમાં નંબર-૧ રેંકિંગ પર પહોંચી હતી. વિદેશોમાં જઈને ઘણી સીરિઝ જીતી છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં તિરંગો લહેરાવ્યો. વર્લ્‌ડ ટી૨૦માંથી વિદાય સાથે જ શાસ્ત્રીનો કાર્યકાળ ખતમ થઈ ગયો. ૨૦૧૭માં સૌરવ ગાંગુલી, સચિન તેન્ડુલકર અને વીવીએસ લક્ષ્મણવાળી ક્રિકેટ એડવાઈઝરી કમિટી (સીએસી)એ તેમને ભારતીય ટીમના હેડ કોચ બનાવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.