કોઈ પણ અધિકારી સાથે દોસ્તી હોય તો તોડી નાંખજાે: સી આર પાટીલ
અમરેલી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપના કાર્યકર્તાઓ અને અધિકારીઓ સાથે દોસ્તી તોડવાનું કહ્યું છે. તેમને કાર્યકર્તા અને આગેવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અધિકારીઓ સાથે દોસ્તી કરવી નહીં અને જાે કોઈએ કરી હોય તો તોડી નાખજાે. આ ઉપરાંત સાથે જ કાર્યકર્તામાં નારાજગી હોય તો તેને પક્ષમાં રજૂઆત કરવા બાબતે જણાવ્યું છે. સાથે જ સી.આર. પાટીલે એવું પણ જણાવ્યું હતું કે, કોઇ પણ અધિકારી આવે તેની પાસેથી કામ લેવાનું અને તેમને પાર્ટીના પદાધિકારીઓને વધુ મહત્ત્વ આપવાનું પણ કાર્યકર્તાઓને જણાવ્યું હતું.
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, કોઇ પણ અધિકારી સાથે દોસ્તી કરવાની જ નહીં. અને કોઈએ દોસ્તી કરી હોય તો તોડી નાખજાે. આપણે લોકોના કામ કરવા માટે ચૂંટાઈ આવ્યા છીએ. ચૂંટાયેલા પ્રતિનિધિને મહત્ત્વ આપશો તો તે મોટા થશે અને મજબૂત બનશે. એ મજબૂત બનશે તો પાર્ટી મજબૂત બનશે અને પાર્ટી મજબૂત બનશે તો તમે પણ મજબૂત બનવાના છો. જાે કોઈ કાર્યકર્તાએ કામ ન કર્યું હોય તો પાર્ટીમાં ફરિયાદ કરજાે મીડિયામાં કે, પછી ક્યાંય ફરિયાદ નહીં કરતા.
થોડા દિવસ પહેલાં જ અમરેલીમાં યોજાયેલ આ ભાજપના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના સન્માન સમારોહમાં ભાજપ પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલે પણ હાજરી આપી હતી અને ત્યારે તમને વિધાનસભાની ચૂંટણીને એક મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ આપવામાં નહીં આવે. આ ર્નિણય જિલ્લા પંચાયત અને કોર્પોરેશન માટે લેવાયો છે.
આ વિધાનસભા માટે લેવાયો નથી. મહત્ત્વની વાત છે કે, ભાજપ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ૬૦ વર્ષથી ઉપરના ઉમેદવારોને ટિકિટ ન આપે તો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી અને કૃષિમંત્રી સહિત ૧૧ મંત્રીઓના અને ૩૬ ધારાસભ્યોના પત્તા કપાઇ શકે તેમ છે. બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ પોતાનો પ્રચાર જાેરશોરથી કરી રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોઇ રિસ્ક લેવા માગતી ન હોવાના કારણે ૬૦ વર્ષથી ઉપરના ઉમેદવારને ટિકીટ આપવાનો ર્નિણય વિધાનસભામાં લાગુ કરશે નહીં તેવું રાજકીય વિશ્લેષકોનું કહેવું છે.HS