કોઈ પણ બેંકના ગ્રાહકો તેમના બેંક ખાતાને ICICI ની ‘આઇમોબાઇલ પે’ સાથે લિન્ક કરી શકશે
ICICI બેંકએ ભારતમાં તમામ માટે પેમેન્ટ્સ અને બેંકિંગ સેવાઓ પૂરી પાડતી પ્રથમ એપ ‘આઇમોબાઇલ પે’ પ્રસ્તુત કરી- ‘આઇમોબાઇલ પે’ પેમેન્ટ્સ કે બેંકિંગની સુવિધા માટે વિવિધ બેંકોની એપ જાળવવાની જરૂરિયાત દૂર કરશે
· કોઈ પણ બેંકના ગ્રાહકો તેમના બેંક ખાતાને લિન્ક કરી શકે છે, યુપીઆઈ આઇડી જનરેટ કરી શકે છે તથા તાત્કાલિક ચુકવણી અને ખરીદી શરૂ કરી શકે છે
· તેઓ કોઈ પણ બેંકના ખાતામાં, પેમેન્ટ એપમાં અને ડિજિટલ વોલેટમાં નાણાં હસ્તાંતરિત કરી શકે છે
મુંબઈઃ ICICI બેંકએ જાહેરાત કરી હતી કે, બેંકએ એની અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ એપ આઇમોબાઇલને ગ્રાહકોને એવી એપમાં પરિવર્તિત કરી છે, જે કોઈ પણ બેંકના ગ્રાહકોને પેમેન્ટ અને બેંકિંગ સેવાઓ પૂરી પાડશે. ‘આઇમોબાઇલ પે’ નામની એપ પેમેન્ટ એપની વિશિષ્ટ સંયુક્ત સુવિધાઓ પૂરી પાડશે –
જેમ કે ગ્રાહકોને કોઈ પણ યુપીઆઈ (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) આઇડી કે વેપારીઓને ચુકવણી કરવા, વીજળીના બિલોની ચુકવણી કરવા અને ઓનલાઇન રિચાર્જ કરવા સક્ષમ બનાવવા. એપમાં ઇન્સ્ટન્ટ બેંકિંગ સર્વિસીસ પણ મળશે, જેમ કે સેવિંગ એકાઉન્ટ, રોકાણ, લોન, ક્રેડિટ કાર્ડ, ગિફ્ટ કાર્ડ, ટ્રાવેલ કાર્ડ વગેરે. ‘આઇમોબાઇલ પે’નાં યુઝર્સ કોઈ પણ બેંક ખાતામાં, પેમેન્ટ એપ્સમાં અને ડિજિટલ વોલેટમાં નાણાં હસ્તાંતરિત પણ કરી શકે છે.
‘આઇમોબાઇલ પે’ની અન્ય એક ખાસિયત ‘કોન્ટેક્ટ્સને ચુકવણી કરવાની’ છે, જે યુઝર્સને તેમની ફોનબુકના કોન્ટેક્ટ્સના યુપીઆઈ આઇડી, ICICI બેંકના યુપીઆઈ આઇડી નેટવર્ક પર રજિસ્ટર્ડ, કોઈ પણ પેમેન્ટ અને ડિજિટલ વોલેટના યુપીઆઈ આઇડી ઓટોમેટિક જોવા સક્ષમ બનાવશે. આ વિશિષ્ટ કામગીરી યુઝર્સને આંતર-કાર્યક્ષતાની નોંધપાત્ર સુવિધા પ્રદાન કરશે, કારણ કે તેમને લાંબો સમય સુધી યુપીઆઈ આઇડી યાદ રાખવાની જરૂર નહીં રહે અને તમામ પેમેન્ટ એપ અને ડિજિટલ વોલેટમાં સરળતાપૂર્વક નાણાં હસ્તાંતરિત કરી શકે છે.
ભારતમાં આ પ્રકારની પ્રથમ સુવિધા આપતી ‘આઇમોબાઇલ પે’ મોબાઇલ બેંકિંગ એપ્સની કામગીરી વધારશે, જે અત્યાર સુધી બેંકોનાં ગ્રાહકો પૂરતી મર્યાદિત હતી. સાથે સાથે ‘આઇમોબાઇલ પે’ પેમેન્ટ્સ કે બેંકિંગની સુવિધા માટે વિવિધ એપ જાળવવાની જરૂરિયાત દૂર કરશે – કારણ કે આ એપ ગ્રાહકોને તમામ નાણાકીય વ્યવહારો હાથ ધરવા સક્ષમ બનાવશે. આ પ્રક્રિયામાં બેંક યુઝર્સ માટે આ એપ સાથે તેમના વિવિધ બેંક ખાતા જોડવા માટે આવશ્યક કારણો પણ પૂરાં પાડશે.
‘આઇમોબાઇલ પે’ પર નાણાકીય વ્યવહારો શરૂ કરવા દેશમાં કોઈ પણ બેંકના ગ્રાહકો એપને ડાઉનલોડ કરી શકે છે, તાત્કાલિક તેમના બેંક ખાતાઓને લિન્ક કરી શકે છે અને તમામ સુવિધાઓનો લાભ લેવા યુપીઆઈ આઇડી જનરેટ કરી શકે છે (જે તેમનો મોબાઇલ નંબર છે, ઉદાહરણ તરીકે xxxxxx1234.imb@icici).