Western Times News

Gujarati News

કોઈ પણ વ્યક્તિ જે દેશ સેવા કરવા માગતો હોય, સમાજ સેવા કરવા માગતા તેમનું ભાજપમાં સ્વાગત છે: નીતીન પટેલ

ગાંધીનગર,હાર્દિક પટેલના ભાજપમાં જાેડાવા અંગે વિવિધ આગેવાનોએ પોતાની પ્રતિક્રિયા આપી છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે પણ પોતાનું નિવેદન આપ્યું છે. હાર્દિકના ભાજપમાં જાેડાવા અંગે નીતિલ પટેલે કહ્યું કે, હજુ મારી પાસે કોઈ સત્તાવાર માહિતી આવી નથી. તેમણે વઘુમાં કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ જે દેશ સેવા કરવા માગતો હોય, સમાજ સેવા કરવા માગતા તેમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે.

તમે જુઓ છો કે છેલ્લા ઘણા સમયથી રાજ્યના અનેક ઉત્સાહી નેતાઓ, ડોક્ટરો,વકીલો, બુદ્ધીજીવીઓ અને વિવિધ સમાજનું પ્રતિનિધિત્વ કરતા અગ્રણીઓ બીજેપીમાં જાેડાઈ રહ્યા છે. જાે કે નીતિન પટેલે હાર્દિક અંગે સ્પષ્ટ જવાબ આપવાને બદલે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. જ્યારે તેમે પુછવામાં આવ્યું હાર્દિક પટેલ ઉપર લાગેલ દેશદ્રોહનો કેસ પાછો ખેંચાઈ જશે ત્યારે તેમણે કહ્યું કે, આ સવાલનો જવાબ યોગ્ય સમયે આપવામાં આવશે.

હાર્દિક પટેલના ભાજપમાં જાેડાવાને લઈને કડવા પાટીદાર અગ્રણી અને ઉમિયાધામ સિદસરના ચેરમેન જેરામભાઈ વાંસજાળીયાએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી છે. જેરામભાઈ વાંસજાળીયા કહ્યું કે, પાટીદારોને ભાજપમાં સ્થાન મળ્યું તેવું સ્થાન કોંગ્રેસમાં ૭૫ વર્ષમાં નથી મળ્યું. ૨૦૨૨ની ચૂંટણી પહેલા કડવા પાટીદારોના સામાજિક અગ્રણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાજપમાં જે સ્થાન પાટીદારને મળે છે તે કોંગ્રેસમાં મળતું નથી.

હાર્દિક પટેલ ભાજપમાં જાેડાઈ સારી બાબત છે. જાે કે કોંગ્રેસે પાટીદારોને ક્યારેય સી.એમ પદ આપ્યું નથી. હાર્દિક પટેલના કોંગ્રેસમાં પાટીદારોને અન્યાયના નિવેદન બાદ કડવા પટીદાર અગ્રણી જેરામભાઈએ મોટું નિવેદન આપ્યું છે.કડવા પાટીદાર નેતા જેરામભાઈએ નરેશ પટેલ મામલે પણ મોટું નિવેદન આપ્યું હતું. નરેશ પટેલ એક મોટા અને પીઢ નેતા છે, પોતાની રીતે ર્નિણય કરી શકે છે. નરેશભાઈ જેવા સામાજિક અગ્રણીએ રાજકારણમાં જાેડાવું જ જાેઈએ.તો બીજી તરફ ભરત ડાંગરે પણ હાર્દિક પટેલ મુદ્દે નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે, હાર્દિક સીઆર પાટીલ અને નીતિન પટેલની હાજરીમાં ભાજપમાં જાેડાશે. સરકારની કામગીરીથી પ્રભાવિત થઈ હાર્દિક પટેલ ભાજપમાં જાેડાશે. ૨ જૂને બપોરે ૧૨ વાગ્યે તેમના સમર્થકો સાથે કેસરિયા ધારણ કરશે. આ અગાઉ આદિવાસી અને ઓબીસી નેતાઓ પણ જાેડાયા હતા.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.