કોઈ પણ વ્યક્તિ બે વખત પણ ઓમિક્રોનનો શિકાર થઈ શકે
નવી દિલ્હી, ભારત સહિત દુનિયામાં કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જેનું કારણ નવો વેરિએન્ટ ઓમિક્રોનને માનવામાં આવી રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨.૫૦ લાખથી વધુ કેસ સામે આવ્યા છે. આ વચ્ચે અમેરિકાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોઈ વ્યક્તિ બે વખત પણ ઓમિક્રોનનો શિકાર થઈ શકે છે.
અમેરિકાના મહામારી નિષ્ણાંત એરિક ફીગલ-ડિંગ અને અમેરિકાના બફૈલો વિશ્વવિદ્યાલયના સંક્રમણ રોગ પ્રમુખ સ્ટૈનલે વીજે દાવો કર્યો છે કે જાે કોઈ વ્યક્તિ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થઈને સાજાે થઈ જાય છે ત્યારે પણ શક્ય છે કે તે વ્યક્તિ થોડા મહિનામાં બીજીવાર ઓમિક્રોનથી સંક્રમિત થઈ જાય.
અમેરિકી નિષ્ણાંતે દાવો કર્યો કે પ્રથમવાર ઓમિક્રોનથી સંક્રમિત થવા બાદ જાે કોઈ વ્યક્તિમાં સારી રીતે ઇમ્યૂન રિસ્પોન્સ એટલે કે રોગ પ્રતિરોધક ક્ષમતા વિકસિત ન થાય તો તે વ્યક્તિ થોડા મહિનામાં બીજીવાર ઓમિક્રોનથી સંક્રમિત થઈ શકે છે.
નિષ્ણાંતો પ્રમાણે બીજીવાર ઓમિક્રોનથી સંક્રમિત થવાનો સૌથી વધુ ખતરો નબળી ઇમ્યૂન સિસ્ટમવાળા લોકોને છે જે પહેલાથી કેન્સર, કિડની, હાઇપરટેન્શન, ડાયાબિટીઝ જેવી બીમારીઓથી પીડિત છે. આવા લોકોને ઓમિક્રોનથી બીજીવાર સંક્રમિત થવાનો ખતરો સૌથી વધુ છે કારણ કે ઓમિક્રોનમાં આ સમયે બીએ-૧, બીએ-૨ અને બીએ-૨ સબ લિનેજેઈ છે અને તેમાં ૨૮થી લઈને ૩૬ મ્યૂટેશન છે. તેના કારણે જાે કોઈ વ્યક્તિ પહેલા ઓમિક્રોન વેરિએન્ટના બીએ-૧ સબ લિનેજેઈથી સંક્રમિત થયો છે તો ઇમ્યુનિટી ઓછી થવા પર બીજીવાર બીએ-૨ સબ લિનેજેઈથી સંક્રમિત થઈ શકે છે.
ઓમિર્કોન વેરિએન્ટના બીએ-૨ સબ લિનેજેઈના બ્રિટનમાં ૫૩ નવા કેસ અને ઇઝરાયલમાં ૨૦ નવા કેસ મળ્યા છે. કોરોનાના બીએ-૨ સબ લિનેજેઈની સાથે સૌથી મોટી સમસ્યા છે કે તે આરટી-પીસીઆરને પણ છકાવી દે છે. પરંતુ તે સબ લિનેજેઈથી સંક્રમિ થનાર વ્યક્તિઓમાં લક્ષણ ઓમિક્રોનના અસલ બીએ-૧ સબ લિનેજેઈ ની જેમ સામાન્ય છે. પરંતુ જે લોકો પહેલાથી બીમાર છે તેને નિષ્ણાંત કેટલીક જરૂરી સલાહ આપે છે.
બચાવ માટેના ઉપાયઃ તમારા સ્વાસ્થ્યનું સતત મોનિટરિંગ કરતા રહો અને ડોક્ટરના સંપર્કમાં રહો. જાે એકવાર ઓમિક્રોનથી સંક્રમિત થઈ ચુક્યા છો, ત્યારે પણ સાવચેતી રાખો, બહાર જાવ તો માસ્ક લગાવો અને ભીટભાડવાળી જગ્યાએ જવાનું ટાળો. જાે તમારી ઉંમર ૬૦ વર્ષથી ઉપર છે અને વેક્સીનના બંને ડોઝ લીધા છે તો બૂસ્ટર ડોઝ જરૂર લગાવો.SSS