કોઈ મને હેરાન કરી રહ્યું નથી, એવોર્ડ લઈને હું જઈ રહ્યો છું
મુંબઇ, એક્ટર કાર્તિક આર્યનએ તાજેતરમાં એ રિપોર્ટ્સ વિશે ખુલાસો કર્યો કે બોલીવુડમાં કેટલાંક પ્રભાવશાળી લોકો તેને નિશાન બનાવી રહ્યા છે કે પરેશાન કરી રહ્યા છે.
એક્ટરને આ સવાલ શનિવારની રાત્રે મુંબઈમાં આયોજિત આઈકોનિક ગોલ્ડ એવોર્ડ્સ ૨૦૨૨માં રેડ કાર્પેટ પર કરવામાં આવ્યો હતો. કાર્તિક આર્યન વિજેતાઓમાંનો એક હતો.
કાર્તિક આર્યને ફિલ્મ ધમાકામાં પોતના પ્રદર્શન બદલ આઈકોનિક બેસ્ટ એક્ટર ઓફ ધ યર ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ પોતાના નામે કર્યો છે. રેડ કાર્ટે પર મીડિયા સાથે વાત કરતા કાર્તિક આર્યનને પૂછવામાં આવ્યું કે મીડિયામાં તેના વિશે કેટલાંક નેગેટિવ રિપોર્ટ પ્રકાશિત થતા તેને કેવું લાગે છે. ત્યારે કાર્તિક આર્યને જવાબ આપ્યો કે, હું એ સમાચાર વાંચતો જ નથી.
ત્યારે મીડિયાકર્મીએ કાર્તિક આર્યનને પૂછ્યું કે શું બોલીવુડમાં કોઈ તેને પરેશાન કરી રહ્યું છે. આના જવાબમાં કાર્તિક આર્યને હસતા જવાબ આપ્યો કે, આવું કંઈ નથી. કોઈ મને હેરાન કરી રહ્યું નથી. એવોર્ડ લઈને હું જઈ રહ્યો છું. કાર્તિક આર્યન માટે ૨૦૨૧ ખૂબ ભારે રહ્યું હતું.
ધર્મા પ્રોડક્શનની આગામી ફિલ્મ દોસ્તાના ૨માંથી તે બહાર થઈ ગયો છે. એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે તે એક મોટા પ્રોજેક્ટમાંથી હાથ ધોઈ બેસ્યો છે. પરંતુ કાર્તિકે એના પર કોઈ કોમેન્ટ કરી નહીં. તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે કાર્તિકે પોતાની આગામી ફિલ્મ શહેજાદામાંથી બહાર નીકળવાની ધમકી આપી છે.
અલા વૈકુંઠપુરમુલુના નિર્માતાઓએ સિનેમાઘરોમાં આના હિન્દી વર્ઝનને રિલીઝ કરવાનો ર્નિણય લીધા બાદ રિપોર્ટ સામે આવ્યો હતો કે શહેજાદા તેલુગુ ફિલ્મની રિમેક છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, કાર્તિક બોક્સ ઓફિસ પર આ વાતથી ચિંતિત હતો કે તેની ફિલ્મને ઓરિજિનલથી બીજીવાર રિલીઝ થવાથી નુકસાન થશે. કાર્તિક આર્યનના કેટલાંક ફેન્સે દાવો કર્યો હતો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાંક પ્રભાવશાળી લોકો એક્ટરને નિશાન બનાવી રહ્યા છે.
જાે કે, હજુ સુધી કાર્તિક આર્યને આ મુદ્દે મૌન રાખ્યુ છે. શનિવારે કાર્તિક આર્યને પોતાનો એવોર્ડ પકડતા એક ફોટો શેર કર્યો હતો. ધમાકાથી પોતાના કેરેક્ટરનો ઉલ્લેખ કરતા તેણે લખ્યું કે, અર્જુન પાઠક સર્વશ્રેષ્ઠ છે. ક્રિટિક્સ ચોઈસના સર્વશ્રેષ્ઠ અભિનેતાનો આઈકોનિક.SSS